અમદાવાદ,તા.૧૬
વલસાડમાં પારસીઓના સંજાણ ડે કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જેમાં રાજ્ય વન આદિજાતિ મંત્રી રમણ પાટકરે ભાંગરો વાટ્યો છે. પારસીઓના ઈતિહાસ પર ભાંગરો વાટ્યો. પારસીઓના ભારતમાં આગમનને ૩૦૦ વર્ષ ગણાવ્યા. ભારત આગમનને ૧૩૦૦ વર્ષ પૂર્ણ થવા છતાં અજ્ઞાનતામાં ૩૦૦ વર્ષ પૂર્ણ કર્યા હોવાનું કહ્યું. સાથે જ કહેવતમાં પણ ભાંગરો વાટ્યો. મંત્રીએ દૂધમાં સાકર ભળવાની કહેવતના સ્થાને પારસીઓ પાણીમાં ખાંડની જેમ ભળી ગયા હોવાનું જણાવ્યું હતું. પારસીઓના ભારત આગમન વખતે ખૂબ જ જાણીતી કહેવત, દૂધમાં સાકર ભળે તેમ પારસીઓ ભારતમાં ભળી ગયા છે. આ કહેવતને ઊંધી જ ટાંકી રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકરે પારસીઓ માટે પાણીમાં ખાંડ ભળે તે રીતે ભળી ગયા હોવાના જાહેર મંચ પરથી કરેલી વાર્તા ને કારણે મંત્રી હાસ્યાસ્પદ બન્યા હતા. મહત્વપૂર્ણ છે કે, આજે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણમાં પારસીઓ દ્વારા સંજાણ ડેની ઉજવણી કરવામાં આવી હતી. આજથી ૧૩૦૦ વર્ષ આગાઉ પારસીઓ સંજાણ બંદરેથી ભારતમાં પ્રવેશ્યા હતા. તે વખતે સંજાણ ના રાજા જાદી રાણા એ પારસીઓને આશરો આપ્યો હતો. એ વખતેથી આ દિવસની યાદમાં દર વર્ષે પારસીઓ સંજાણ ડેની ઉજવણી કરે છે. અને પોતાને આશરો આપનાર સંજાણના રાજા જાદી રાણાનો આભાર માને છે.
આજે પણ સંજાણ ડેની ઉજવણી નિમિત્તે પારસીઓ નો એક જાહેર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્યના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર. દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલ સહિત મોટી સંખ્યામાં પારસીઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ પ્રસંગે ઉપસ્થિત પારસીઓને સંબોધતા રાજયના વન અને આદિજાતિ મંત્રી રમણ પાટકર એ ઊંધો જ ઈતિહાસ વર્ણવ્યો હતો. જેતે લીધે મંત્રીનું નિવેદન હાસ્યાપદ બન્યું હતું.