(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૮
વડાપ્રધાન મોદી પાર્ટીની આંતરિક લોકશાહી તથા વંશવાદની રાજનીતિના મુદ્દે કોંગ્રેસને વારંવાર નિશાન બનાવતા આવ્યા છે. તાજેતરમાં રાહુલ ગાંધીની કોંગ્રેસ અધ્યક્ષ પદે નિયુક્તી થઈ તે વાતને પણ ભાજપ દ્વારા વંશવાદની રાજનીતિના ભાગરૂપે લેખવામાં આવી. પરંતુ ભાજપની વાતને લાગે વળગે છે ત્યાં સુધી ભાજપ અધ્યક્ષની નિયુક્તી પણ આંતરિક લોકશાહી દ્વારા થતી નથી. તે આરએસએસ દ્વારા સંચાલિત થતી હોય છે. પાર્ટી અધ્યક્ષની પસંદગીમાં આરએસએસ મહત્વની ભૂમિકા નિભાવતું હોય છે તે જગજાહેર વાત છે. કોંગ્રેસને ગુજરાતમાં ૮૦ તો હિમાચલમાં ૨૩ બેઠકો મળી છે.ભાજપને ૪૯.૧ ટકા તો કોંગ્રેસને ૪૧.૧ ટકા વોટ શેર મળ્યો છે. હિમાચલમાં ભાજપને ૪૪ બેઠકો મળી છે. ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પ્રેમકુમાર ધુમલની હાર થઈ છે. ગુજરાતમાં ફક્ત ૨ ટકા મતદાતાઓએ નન ઓફ ધ અબોવ વિકલ્પનો ઉપયોગ કર્યો. તેમણે કોઈ પણ ઉમેદવારને વોટ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. વંશવાદની રાજનીતિમાં કોંગ્રેસ ટોચના ક્રમે છે તો બીજી પાર્ટીઓ પણ કંઈ પાછળ નથી .મોટાભાગની પાર્ટીઓએ વંશવાદ અને પરિવારને ધ્યાનમાં રાખ્યો છે. તે ઉપરાંત કોંગ્રેસ માટે પારિવારિક શાસન એક મહત્વનું છોગા સમાન છે જોકે તેનો અર્થ એવો નથી કે કોંગ્રેસની કોઈ મોનોપોલી છે. બીજા શબ્દોમાં કહીએ તો કોંગ્રેસમાં જે વાત શરૂ થઈ કે હવે બીજી પાર્ટીઓના રાજનીતિમાં પગપેસારો કરી રહી છે. ૨૦૦૪ માં ભાજપના ચૂંટાયેલા સાંસદો, ૨૦૦૯ માં ૧૯.૧૩ ટકા તથા ૨૦૧૪ માં ૧૪.૮૯ ટકા વંશવાદમાંથી આવતાં હતા. ભાજપે પણ યુપી વિધાનસભાની ચૂંટણીમાં પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું હતું. દુનિયાની બીજી લોકશાહીમાં પાર્ટીની આંતરિક લોકશાહીને વધારે મહત્વ આપવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે જર્મનીમાં પાર્ટીમાં હોદ્દેદારોની નિયુક્તી માટે તેમના ઉમેદવારોને નામિત કરવા માટે કેટલીક ચોક્કસ શરતોનું પાલન કરવું પડતું હોય છે. મતવિસ્તાર અને સંઘીસ એમ બન્ને સ્તરે ગુપ્ત મતદાન દ્વારા તેમની પસંદગી કરવામાં આવતી હોયો છે. અમેરિકામાં એવા કાયદાઓ ઘડવામાં આવ્યાં જેમાં પાર્ટીની આંતરિક ચૂંટણીઓમાં ગુપ્ત મતદાનનો ઉપયોગ ફરજિયાત હતો. બ્રિટિશ લેબર પાર્ટી, સ્પેનિશ કન્ઝર્વેટીવ પાર્ટી, અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટી અને કેનેડાની પ્રોગેસીવ કન્ઝર્વેટીવ પાર્ટી પારિવારીક સત્તાને ઘટાડવા માટે પાર્ટી કાર્યકરો દ્વારા કરવામાં આવેલી ચળવળનું સાક્ષી બન્યું છે.