(એજન્સી) ઈસ્લામાબાદ, તા.૧૪
પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મુશર્રફને ચૂંટણી લડવા માટે અપાયેલ શરતી પરવાનગી રદ કરી હતી. પૂર્વ શરત મુજબ મુશર્રફ કોર્ટમાં હાજર રહેવામાં નિષ્ફળ રહ્યા હતા.
મુશર્રફે એમનો ઉમેદવારી પત્ર ચિત્રાલ જિલ્લામાંથી દાખલ કર્યો હતો, જ્યારે કોર્ટે એમને ચૂંટણી લડવા પરવાનગી આપી હતી. પરવાનગી આપતી વખતે શરત મૂકાઈ હતી કે, મુશર્રફ દેશદ્રોહના કેસમાં કોર્ટ સમક્ષ ૧૩મી જૂને હાજર રહેશે. પણ ૧૩મી જૂને હાજર નહીં રહેલા કોર્ટે વધુ એક દિવસનો સમય આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે ગઈકાલે મુશર્રફને ટોણો મારતા કહ્યું હતું કે, કમાન્ડર થઈને પોતાના દેશમાં આવવાથી ડરી રહ્યા છો.
આજે મુશરર્ફ હાજર રહ્યા ન હતા. એમના વકીલે જણાવ્યું કે, એમને અહીં આવવા હજુ વધુ સમય જોઈએ. ઈદની રજાઓ અને તબિયત સારી નહીં હોવાથી હાલ આપી શકાશે નહીં.
આ દલીલ સાંભળી જજ રોષે ભરાયા અને કહ્યું હવે અમે સુનાવણી અચોક્કસ મુદ્દત સુધી મુલતવી રાખીએ છીએ. જ્યારે તમારી ઈચ્છા હોય ત્યારે આવજો. એ સાથે જજે મુશર્રફને ચૂંટણી લડવાની પરવાનગી રદ કરી હતી.