(એજન્સી)
ઈસ્લામાબાદ, તા.૧
પાકિસ્તાનના ગૃહમંત્રાલયે ગુરૂવારે રાષ્ટ્રીય માહિતી અને નોંધણી પંચ અને પાસપોર્ટ ઓફિસને પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની રાષ્ટ્રીય ઓળખપત્ર અને પાસપોર્ટ રદ્દ કરવા આદેશ આપ્યો છે. આ પગલાથી મુશર્રફના બેંક ખાતાઓ સ્થિગત કરાશે તેમજ વિદેશ યાત્રા પણ નહીં કરી શકે. આ આદેશ સ્પેશિયલ કોર્ટ દ્વારા ૮ માર્ચના રોજ અપાયા હતા. પરંતુ કોર્ટની પ્રક્રિયા પૂરી થતાં સુધી ગૃહમંત્રાલયે કોઈ નિર્ણય ન લઈ હવે આદેશનું અમલીકરણ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે માહિતી અને નોંધણી પંચના અધિકારીઓનું કહેવું છે કે, તેમને માડા મૌતિક આદેશ મળ્યા છે. તેઓ લેખિત આદેશની રાહ જોઈ રહ્યા છે. મુશર્રફ પર નવેમ્બર ર૦૦૭માં આપતાકાલની ઘોષણા કરી સંવિધાન અને દેશના ભવિષ્ય સાથે ચેડાં કરવાના આરોપો છે. માંદગીના કારણોસર પૂર્વ રાષ્ટ્રપતિને માર્ચ ર૦૧૬માં દુબઈ જવાની પરવાનગી અપાઈ હતી ત્યારબાદ તે પરત કર્યા નથી.