Gujarat

અંકલેશ્વરમાં ઠેર-ઠેર વૃક્ષારોપણ કરવામાં આવ્યું અગ્રણીઓએ વૃક્ષારોપણ પર ભાર મૂકયો

અંકલેશ્વર,તા.પ
આજરોજ સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વરના ઉપક્રમે અને તાલુકા વહીવટી તંત્ર, સરકારી કચેરીઓ, અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોશિએશન, નોટીફાઈડ એરિયા ઓથોરિટી અંકલેશ્વર રોટરી કલબ ઓફ અંકલેશ્વર જેસીઆઈ અંકલેશ્વર વકીલ મંડળ અંકલેશ્વર, લાયન્સ કલબ અંકલેશ્વર, જૈન સોશિયલ ગ્રુપ અંકલેશ્વર મેઈન, જૈન જાગૃતિ સેન્ટર અંકલેશ્વર પર્યાવરણ સુરક્ષા અને માનવ કલ્યાણ એસોશિએશન, પ્રકૃતિ સુરક્ષા મંડળ, અંકલેશ્વર, પ્રેસ કલબ ઓફ અંકલેશ્વર, જર્નાલીસ્ટ એસોશિએશના અંકલેશ્વર તથા મહાનુભાવોની ઉપસ્થિતિઓ આજરોજ પમી જૂન વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ સવારે ૮ઃ૦૦ વાગ્યે સિવિલ કોર્ટના પટાંગણમાં પ૦ જેટલા વૃક્ષોનું વાવેતર ન્યાયધીશ ભટ્ટ તથા એસડીએમ અંગે જશુભાઈ ચૌધરી વગેરે મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ન્યાયધીશ ભટ્ટે ફળાઉ વૃક્ષોના વાવેતર ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.
ત્યાર બાદ તાલુકા સેવા સદનના પટાંગણમાં પ૦ જેટલા વૃક્ષોનું વાવેતર થયું જેમાં એસડીએમ ભગોરા મામલતદાર મહિડા રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર જે.પી.ગાંધી વગેરે તથા વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા વૃક્ષારોપણ થયું. ત્યાર બાદ આરએફઓ જે.પી.ગાંધીએ ચાલુ વર્ષે મોટાપાયા પર વૃક્ષારોપણ કરીને અને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જતન અને સંરક્ષણ કરીને વૃક્ષારોપણ મોટાપાયા પર લોક સહકારથી થવો જોઈએ તેના ઉપર ભાર મુકયો આ તબકકે રોટરી કલબ દ્વારા તાલુકા સેવા સદનમાં વાવેલ રોયાના સંરક્ષણ અને જતન માટે જાળી ફિન્સીંગ કરીએ રોયા ઉછેરવાની જવાબદારી સ્વીકારવાનું જાહેર કર્યું છે. ત્યાર બાદ આશરે ૧૦ : ૦૦ કલાકે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના તથા નોટીફાઈડ એરિયા દ્વારા બર્ડ યાર્ડમાં ર૦૦ જેટલા ફળાઉ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું.
આ પ્રસંગે જશુભાઈ ચૌધરી દ્વારા ઉદ્યોગ મંડળ દ્વારા મોટાપાયા ઉપર ચાલુ વર્ષે વાવેતર કરવાની ઘોષણા કરી આ પ્રસંગે પ્રકૃતિ સુરક્ષા મંડળના પ્રમુખ સલીમભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે ફ્રેન્ડ ઓફ એનિમલ એનજીઓના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.
પત્રકાર સંઘની પ્રમુખ અને સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ મોટાપાયા પર થાય અને વનવિસ્તાર વધે તેના માટે મીડિયા પણ તથા પત્રકાર સંઘ પણ યથાર્થ પ્રયત્ન કરશે. તેની ખાતરી આપી જાહેરાત કરી છે. જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા ચાલીમાર નર્સરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને વનવિસ્તરણ થાય તેના માટે લોકજાગૃતિના કાર્યક્રમ મીડિયા દ્વારા પ્રસારિત કરીશું. અને વિકાસના આ પવિત્ર અભિયાનને પ્રજા સમક્ષ રજૂ કરી જનજાગૃતિનું કામ કરવાનું જાહેર કર્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratReligion

    તરાવીહની નમાઝ પઢી બહાર આવતા મુસ્લિમ ભાઈઓને ચા પીવડાવતા કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત બની

    વઢવાણમાં હિન્દુ યુવાન મનોજનું…
    Read more
    Gujarat

    ધોળકામાં જુગારની રેડમાં પકડાયેલા આરોપીનું મોત થતાં હોબાળો : સિવિલમાં પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાયું

    અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ જીઁ ધોળકા…
    Read more
    GujaratReligion

    ગનીભાઈ વડિયાએ કોમી એકતા મહેકાવી આણંદપુરના મુસ્લિમ બિલ્ડરે ગામની ૧૦૦ હિન્દુ મહિલાઓને ધાર્મિક યાત્રા કરાવી

    સુરેન્દ્રનગર, તા.૧૮ચોટીલા તાલુકાના…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.