નવી દિલ્હી, તા.૧૩
ટીમ ઈન્ડિયાના ચાઈનામેન બોલર કુલદીપ યાદવે નાની આંતરરાષ્ટ્રી કારકિર્દીમાં જ પોતાના પ્રદર્શનની ખાસ છાપ છોડી છે. કપ્તાન કોહલીનો વિશ્વાસ જીતનાર રર વર્ષીય કુલદીપ ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ વન-ડેમાં હેટ્રીક પ્રાપ્ત કરી ચૂક્યો છે. જો કે ભારતીય ક્રિકેટમાં આ સ્તરે પહોંચવાની કુલદીપનો માર્ગ આસાન રહ્યો નથી. કાનપુરમાં આ સ્પિનરે ખુલાસો કર્યો છે કે પોતાની ક્રિકેટ કારકિર્દી દરમયાન એક સમયે તે ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. જ્યારે કુલદીપની ઉત્તરપ્રદેશની અન્ડર-૧પ ટીમમાં પસંદગી થઈ ન હતી. ત્યારે તેણે ના ફક્ત ક્રિકેટ છોડ્યાનો પણ આપઘાત કરવાનો વિચાર પણ આવ્યો હતો. કુલદીપની ઉંમર તે સમયે ૧૩ વર્ષની હતી તેણે કહ્યું કે મે મારી પસંદગી માટે ઘણી મહેનત કરી હતી પણ જ્યારે મારી પસંદગી ના થઈ ત્યારે મારા મનમાં આત્મહત્યાનો વિચાર આવ્યો હતો તેણે કહ્યું કે ભાવનાઓથી ભરેલી ક્ષણોમાં આવંુ દરેકની સાથે થાય છે.