(એજન્સી) નવી દિલ્હી, તા.૯
૧. ફેસબુક પર બનાવટી તસવીર શેઅર કરનાર એકની ધરપકડ. સોશિયલ મીડિયા યુઝર્સે અને તથ્યો તપાસતી વેબસાઈટએ કહ્યું કે તસવીર ભોજપુરી ફિલ્મ ‘ઓરત ખિલોના નહીં’’માંથી લેવામાં આવી છે.
ર. યુનેસ્કો દ્વારા અમદાવાદને ભારતના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર મુસ્લિમ, હિન્દુ અને જૈન સમુદાયોનું સંવાદિતાસભર સહઅસ્તિત્વને કારણે અમદાવાદને વિશિષ્ટ સ્થાન મળ્યું.
૩. મેંગ્લોરમાં સંઘના કાર્યકરની અંતિમવિધિ હિંસામાં પરણીમી, ૧૪ની ધરપકડ, ૪ જુલાઈની રાત્રે કાર્યકર શરપ મદીવાલાની તેની જ દુકાનની બહાર ટોળા દ્વારા હત્યા કરવામાં આવી હતી.
૪. એનપીએફના ધારાસભ્યોએ નાગાલેન્ડના મુખ્યમંત્રી સામે બળવો પોકાર્યો. ટીઆર ઝેલીંગને પાછા લાવવા માંગે છે. કાઝીરંગાની નજીકના રિસોર્ટમાં ૪૦થી વધુ ધારાસભ્યોએ ધામા નાંખ્યા. રાજ્યના રાજ્યપાલને કોહીમા પરત લાવવા રાહ જોઈ.
પ. ચીફ જસ્ટીસ ખેહરે ભારતીય ન્યાયતંત્રમાં વિદેશી વકીલોના પ્રવેશને સમર્થન આપ્યું. તેનાથી ન્યાયતંત્રમાં સુધારો થશે. જો કે તેમણે કહ્યું કે આવું દેશ વચ્ચેના મિત્રતાધારી સંબંધોને આધારે થવું જોઈએ.
૬. ચીને ભારત-સિક્કીમ વિવાદે તેના નાગરિકોને સતર્ક રહેવાની સલાહ આપી. શુક્રવારે જારી થયેલી આ સલાહ એક મહિના માટે માન્ય.
૭. વૈશ્વિક નેતાઓએ પેરિસ આબોહવા કરાર પર બાંધછોડનું બયાન જારી કર્યું. હિંસક પ્રદર્શન અવિરત. ટ્રમ્પની દીકરી ઈવાન્કા વિશ્વના નેતાઓ સાથેની બેઠકમાં પિતાની ખુરશીનું સ્થાન સંભાળ્યું.
૮. વલ્લભગઢ ટોળાકીય હત્યાના મુખ્ય આરોપીની મહારાષ્ટ્રના ધૂબેમાંથી ધરપકડ. પીડિતના પિતા જલાલુદ્દીને એન્ટી લિંચિંગ કાયદો ઘડવાનો કાયદો ઘડાવ્યો.
૯. ર૦૧૬-૧૭ના નાણાકીય વર્ષમાં ૧૯૯રની સાલ પછી નવું કોર્પોરેટ રોકાણમાં સૌથી ઓછી ગતિએ વૃદ્ધિ.
૧૦. પોલીસે દિલ્હીના હૌજ ખાસ ગામ ખાતે સુરક્ષા વધારી. લડીઝ નાઈટ પાર્ટી પરના પ્રતિબંધ નામંજૂર.