અબડાસા, તા.૨ર
અબડાસા તાલુકાના ખીરસરા (વિંઝાણ) ગામના ઘેટા-બકરામાં છેલ્લા ત્રણ મહિનાથી મહાકાય અને ચેપી બીમારી ચાલતી હોઈ માલધારીઓ તાલુકા મથક નલિયા પશુપાલન વિભાગના ડોક્ટરને માલધારીઓ રોજ પોતાના મોબાઈલથી ફોન કરીને જાણ કરવા છતાં એક જ જવાબ આપવામાં આવે છે કે, મારા પાસે સ્ટાફ નથી. હું પોતે ફ્રી નથી. તેથી બિચારા ગરીબ માલધારીઓ પોતાની સમગ્ર મૂડી બચાવી રાખેલ તે પ્રાઈવેટ ડોક્ટરો પાછળ લગાવી નાખેલ છે. છતાં પણ પ્રાઈવેટ ડોક્ટરોથી રોગ કાબૂમાં થયેલ નથી. જે માલધારીના પશુઓમાં બીમારી ચાલુ થાય છે ત્યાં રોજની ત્રણથી ચાર રોજ મૃત્યુ પામે છે આવી રીતે કેટલાક લોકો બેહાલ થઈ ગયા છે. આજે એક માલધારી ગફુર હિંગોરાએ પ્રાઈવેટ ડોક્ટર બોલાવીને મરણ પામેલ બકરીનું સ્થળ પર પોસ્ટમોર્ટમ કરાવતા ડોક્ટર દ્વારા એવું જાણવા મળ્યું હતું કે, અંદર લીવર ખરાબ થઈ જવાથી માલનું મરણ થાય છે તેવો અભિપ્રાય પશુ ડોક્ટર શોકતએ આપ્યો હતો. જો તંત્ર તાત્કાલિક ધોરણે ગરીબ માલધારીઓના પશુઓમાં મહાકાય બીમારી માટે ઈલાજ કરવા કોઈ ઉપાય નહીં કરે તો વડીલ માલધારી હાજી ગની હિંગોરાએ જણાવ્યું હતું કે, અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈ ભૂખહળતાલ પર ઉતરીશું તેમ જણાવ્યું હતું.