(સંવાદદાતા દ્વારા) ઉના, તા.૩
ગીર જંગલ બોર્ડરના ફરેડા ગામની સીમમાં વાડીમાં કામ કરતા યુવાન પોતાના પશુઓને બાંધી રહેલ આ વખતે વન વિસ્તારમાંથી શિકારની શોધમાં ચડી આવલી ખુંખાર સિંહણ પશુઓ ઉપર હુમલો કરી શિકાર કરે તે પહેલા યુવાન દોડી આવી સિંહણનો સામનો કરતા રઘવાય બનેલી આ સિંહણે યુવાન ઉપર હુમલો કરી પીખી નાંખતા ગંભીર ઇજા સાથે ગીરગઢડા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયેલ છે.
ફરેડા ગામની સીમમાં જમીન ધરાવતા વિજયભાઇ જીવણભાઇ પરમાર (ઉ.વ.૨૦) બપોરના સમયે પોતાની વાડી કામ કરતો હતો આ વખતે જંગલ વિસ્તારમાંથી એક ખૂંખાર સિંહણ આવી ચડતા અને તેણે પશુઓ ઉપર શિકાર કરવા હુમલો કરતા પશુઓમાં નાસભાગ થતા યુવાન વિજયભાઇની નજર પડતાં દોડીને પોતાના દુધાળા પશુઓને બચાવવા સિંહણના સામે થતાં આ સિંહણે વિજયભાઇ પરમાર ઉપર હુમલો કરી પીંખી નાંખતા હાથ, પગ, તેમજ પેટના ભાગે નોર મારી દેતા ગંભીર રીતે ઇજા પોહચાડતા સારવાર હેઠળ ખસેડાયેલ છે. આ ઘટનાની જાણ વનવિભાગ રેન્જ ફોરેસ્ટર સોલંકી તેમજ વનવિભાગના કર્મચારી મોરીભાઇ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયેલ અને ખૂંખાર સિંહણની શોધખોળ શરૂ કરી હતી. અને ઇજા પામનાર યુવાનની મુલાકાત કરી બનાવ અંગેની વિગતો મેળવી સિંહણને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.