(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૨૬
આણંદ તાલુકા ત્રણોલ ગામે છેલ્લા એક સપ્તાહથી દાણ ખાવાથી પશુઓ બિમાર પડવાના બનાવો વધી ગયા છે.આજે સવારે પણ ત્રણ ભેંસો ,એક ગાય અને વાછરડું સહીત પાંચ પશુઓનાં દાણ ખાધા બાદ મોત થયું હતું. જેના કારણે પશુપાલકો ભારે રોષ ભભૂકી ઉઠયો હતો. બે દિવસથી પશુડોકટરોની ટીમ દ્વારા ગામમાં પશુઓને સારવાર આપવા છતાં ૫ મોત થતાં પશુપાલકોએ ડેરીમાં લાવેલા દાણ ગુણો અનેદાણ પરત કરવા માટે ડેરીમાં ઉમટી પડયા હતા.ભારે હોબાળો મચાવ્યો હતો. તો બીજી બાજુ ભારતીય કિશાન યુનિયન દ્વારા પશુપાલકને ન્યાય અપાવવા માટે વડાપ્રધાન પત્ર લખીને જવાબદાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની માંગ કરી છે.
આણંદ જિલ્લામાં છેલ્લા ૨૦ દિવસથી પાળજ,રતનપુરા અને ત્રણોલ ગામે પશુદાણા ખાવાથી પશુઓના બિમાર પડવાના અને મોત થયાના બનાવો વધી ગયા છે. ત્રણોલ ગામે છેલ્લા એક સપ્તાહથી દાણખાધા બાદ ૪૦થી વધુ મોટાદૂધાળા પશુઓ બિમાર પડયા હતા. જેમાંથી ૫ પશુઓના મંગળવારે મોત નિપજયા હતા.જેને લઇને પશુપાલકો ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ જિલ્લા પશુચિકિત્સકની ટીમોએ ગામમાં પશુઓને સારવાર આપવા છતાં પશુઓ મરી રહ્યાં છે. મંગળવાર મૃત્યુ પામનાર પશુઓ પીએમ કરવામાં આવ્યું છે.તેના રીપોર્ટબાદ સાચુ કારણ જાણી શકાય છે. દાણ ખાવાથી પશુઓ બિમાર નથી. પડતા કંઇ ભેદી બિમારી માથુ ઉંચકયું છે તે બાબતે પશુપાલન વિભાગે તપાસ કરવી જોઇએ માંગ કરી છે.
આ અંગે પશુપાલક હર્ષદ વાધેલાએ જણાવ્યું હતું કે ત્રણોલ ગામે છેલ્લા કેટલાંક દિવસથી દાણ ખાધા બાદ પશુઓ મરણ જવાનો બનાવો વધી ગયા છે.મંગલવાર વારે પણ પશુઓના મોત નિપજયા હતા. ડોકટરો આવીને પશુઓની સારવાર કરે છે.પરંતુ તેઓ પશુઓને કંઇ બિમારી લાગુ પડી છે.તે જણાવતા નથી. જેથી ગ્રામજનો મુંઝવણ અનુભવી રહ્યાં છે. ત્યારે પશુપાલકોએ ડેરીમાં દાણ પરત કરીને વિરોધ નોંધાવ્યો છે.
આ અંગે અખીલ ભારતીય કિશાન યુનીયનનાં પ્રદેશ પ્રમુખ રવિ પટેલએ જણાવ્યું હતું કે જિલ્લામાં ભેદી રીતે દાણ ખાધાબાદ ૧૫૦ વધુ પશુઓના મોત થયા છે. પશુપાલકો કહે છે કે દાણ ખવડાવવાથી પશુઓ બિમાર પડે છે. પરંતુ તંત્ર માનવા તૈયાર નથી. પશુપાલકો દુધાળા પશુઓ મોતને ભેટતા આર્થિક ફટકો પડયો છે.તેને ધ્યાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને પશુપાલકોને ન્યાય મળે તેમજ જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગસાથે પોલીસ ફરિયાદ નોંધાવાની માંગ કરી છે.
આણંદના ત્રણોલ ગામે દાણા ખાતા પાંચ પશુનાં મોત : પશુપાલકોમાં રોષની લાગણી

Recent Comments