અમદાવાદ, તા.ર
શહેરના સોલા પાસે આવેલા વૈષ્ણોદેવી સર્કલ નજીક પાસના કન્વીનરની ગાડી ઉપર હુમલો કરવામાં આવતા પાસના કન્વીનરને ઈજા પહોંચી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર દિનેશ બાંભણિયા અમદાવાદ શહેરના સોલા પાસે આવેલા વૈષ્ણોદેવી રિંગ રોડ ઉપર કારમાં જઈ રહ્યા હતા. ત્યારે તેમની કાર ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરતાં તેમની કારના કાચ તૂટી ગયા હતા તો દિનેશ બાંભણિયાને પણ ઈજા થઈ હતી. આ હુમલા અંગે પાસના કન્વીનર હાર્દિક પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સોલા ઉમિયાધામમાં આયોજિત સંમેલનનો કાર્યક્રમ બંધ રાખવા માટે ભાજપના ઈશારે પાસના કન્વીનર ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો પાસના કન્વીનર વરૂણ પટેલે પણ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપના કલોલના કાર્યકર સહિત રપ જેટલા કાર્યકરોએ દિનેશ બાંભણિયા પર જીવલેણ હુમલો કર્યો છે.