પાટણ, તા.૧૩
પાટણ જિલ્લાની પાટણ, ચાણસ્મા, રાધનપુર અને સિધ્ધપુર ચાર વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર છે. પાટણ બેઠક પર કોંગ્રેસના ડૉ.કિરીટ પટેલ અને ભાજપના રણછોડભાઈ દેસાઈ, ચાણસ્મા બેઠક પર કોંગ્રેસના રઘુભાઈ દેસાઈ અને ભાપના મંત્રી દિલીપભાઈ ઠાકોર, રાધનપુરમાં ઠાકોર ક્ષત્રિય સેનાના પ્રમુખ એવા કોંગ્રેસના ઉમેદવાર અલ્પેશ ઠાકોર અને કોંગ્રેસ છોડી ભાજપમાં ઉમેદવાર બનેલા લવિંગજી સોલંકી, જ્યારે સિધ્ધપુર બેઠક પર કોંગ્રેસન ચંદનજી ઠાકોર સામે ભાજપમાંથી જયનારાયણ વ્યાસના ભાવિ જિલ્લાના કુલ ૧૦,ર૮,૩૬૮ મતદારો ઈવીએમમાં બંધ કરશે. મતદાન માટે જિલ્લામાં કુલ ૧૧૯૪ બુથો ઉભા કરાયા છે. જ્યાં મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
ભારતના ચૂંટણીપંચના નિર્દેશ અનુસાર જિલ્લામાં પ્રત્યેક વિધાનસભા બેઠકમાં એક સખી મતદાન મથક પર બુથનું સમગ્ર સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવનાર છે. ચાર બેઠકો માટે કુલ મળી પ૪ ઉમેદવારો ચૂંટણી જંગમાં પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે. રાધનપુર વિધાનસભામાં ર,પ૮,૯૪૯ મતદારો પૈકી ૧,ર૪,૦૬૪ મહિલા મતદારો નોંધાયા છે, તો ચાણસ્મામાં ર,પ૯,૩ર૬ કુલ મતદારોમાં ૧,ર૪,પપ૧ મહિલા મતદારોનો સમાવેશ કરાયો છે. પાટણમાં ૧,૩૧,ર૩૩ મહિલા મતદારો પૈકી ૧,૧૪,૦૬૯ મતદારો મળી કુલ ૧૦,ર૮,૩૬૮ મતદારો તેમના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરશે. જિલ્લામાં ચૂંટણી પંચ અને ઓબ્ઝર્વરો દ્વારા ૬૯ બુથોને સંવેદનશીલ ગણિત તેનું વેબકાસ્ટિંગ દ્વારા નિરંતર મોનીટરિંગ કરાશે અને જિલ્લામાં ચુસ્ત પોલીસ અર્ધલશ્કરી દળોનો બંદોબસ્ત ગોઠવાયો છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ફ્રી એન્ડ ફેર બની રહે અને લોકો નિર્ભિક બની તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે કાયદા-વ્યવસ્થાનો સુચારું પ્રબંધ ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણી પ્રક્રિયા માટે ર૪ કલાક ટોલ ફ્રી નંબર ૧૮૦૦-ર૩૩૦-ર૭૬૬ તથા ૦ર૭૬૬-રરરર૧૪ કાર્યરત કરાયો છે.
સખી મતદાન કેન્દ્રો પૈકી રાધનપુરમાં રાધનપુર ખાતે આદર્શ વિદ્યાલય, રૂમ નંબર-૩ના બુથ નંબર-૧૭૮, ચાણસ્મામાં ચાણસ્માની એન.એચ.પટેલ પ્રાથમિક શાળામાં બુથ નંબર ૧૧પ, પાટણમાં પાટણ ખાતે કે.કે.ગર્લ્સ હાઈસ્કૂલમાં બુથ નંબર ૧ર૬ ખાતે અને સિદ્ધપુરમાં નર્સિંગ કોલેજ, સિધ્ધપુરમાં બુથ નંબર ર૦૭ સંપૂર્ણ મહિલા સંચાલિત આદર્શ મતદાન મથક કાર્યરત કરાયું છે.