(એજન્સી) મુંબઈ, તા.૧ર
મુંબઈમાં રેલવે સંરક્ષણ દળ (આરપીએફ) સાથે જોડાયેલ મહિલા પોલીસકર્મીએ અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. ભટકતા બાળકોનો તેમના પરિજનો સાથે પુનઃમેળાપ કરાવનારી આ મહિલા પોલીસકર્મીના પાઠને હવે મહારાષ્ટ્ર બોર્ડના એસએસસીના પાઠ્યપુસ્તકમાં સામેલ કરવામાં આવ્યો છે. આ મહિલા આરપીએફ સબ-ઈન્સ્પેક્ટર રેખા મિશ્રા (૩ર વર્ષ) છે કે, જેઓ કેન્દ્રીય રેલવેમાં કાર્યરત છે. તેણીનીએ છેલ્લા ઘણા વર્ષોમાં સેંકડો ગુમ થયેલા, ઘરેથી ભાગી ગયેલા, અપહૃત થયેલા બાળકોને નેટવર્ક દ્વારા રેલવે સ્ટેશન પરથી બચાવીને તેમના પરિજનો સાથે તેમની મુલાકાત કરાવી છે. તેણીની આ સાહસિકતા અને શ્રેષ્ઠ કામગીરી બદલ વર્તમાન શૈક્ષણિક વર્ષથી તેણી વિશેનો પાઠ મરાઠી ભાષામાં મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડની ધોરણ ૧૦ના પાઠ્યપુસ્તકમાં ભણાવવામાં આવશે. તેણીની ઉત્તરપ્રદેશના અલ્હાબાદના લશ્કરી અધિકારીઓના પરિવારમાંથી આવે છે. મિશ્રા વર્ષ ર૦૧૪માં રેલવે સંરક્ષણ દળમાં જોડાઈ હતી અને હાલ તેણીનીની નિમણૂક પ્રખ્યાત છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં કરવામાં આવી છે.
સોમવારે મિશ્રાને તેની બહાદુર કામગીરી બદલ સેન્ટ્રલ રેલવે જનરલ મેનેજર ડી.કે. શર્મા દ્વારા અહીં યોજાયેલા ખાસ સમારંભમાં સન્માનિત કરવામાં આવી હતી. શર્માએ જણાવ્યું હતું કે તેણીનીએ શ્રેષ્ઠ કામગીરી બજાવી છે અને સાથે-સાથે તેણીની મહાન સામાજિક કાર્યો પણ કરી રહી છે. મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડમાં તેણી વિશેનો પાઠ નવી પેઢીને ચોક્કસપણે પ્રેરણા આપશે.