સુરત,તા.૩૧
પાંડેસરા વિસ્તારમાં આવેલી શીવ રેસીડેન્સીમાં નયનેશ આત્મારામ પાટીલ(ઉ.વ.૩૦) પરિવાર સાથે રહે છે. નયનેશના પ્રેમલગ્ન આઠ વર્ષ પહેલા થયા હતા. પરિવારજનોએ જણાવ્યું હતું કે, લગ્ન બાદથી બંને વચ્ચે અવાર-નવાર ઝઘડાઓ થતા હતા. ગતરોજ ઝઘડા બાદ પત્ની પતિને ઘરમાં બંધ કરીને જતી રહી હતી. પતિએ અનેક ફોન કર્યા છતાં પત્ની પરત ફરી ન હતી. દરમિયાન મોડી રાત્રે ઘરે પરત ફરેલી પત્નીએ પતિને લટકતી હાલતમાં મળી આવ્યો હતો. પતિએ પંખા સાથે દોરી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનું જાણવા મળે છે.