અમદાવાદ,તા.૫
પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા અને યુવાનેતા હાર્દિક પટેલ દ્વારા ખેડૂતોના દેવા માફી અને પટેલોને અનામત મળે તે સારૂ ત્રણ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોથી ભાપજના પાટીદાર નેતાઓ ધરમસંકટમાં આવી શકે છે. જે ગુરૂવારથી શરૂ થઈ જશે જેમાં ગુરૂવારે ગુજરાતના ૧૮૨ એમએલએ, ૨૬ સાંસદ અને ગુજરાતના તમામ રાજ્ય સભાના મેમ્બરોને પાસ અને ગુજરાતનો ખેડૂત સમાજ ફોન કરીને ખેડૂતોના દેવા માફીમાં સહમત છો કે નહીં, પાટીદાર સમાજને આરક્ષણ મળવું જોઈએ કે નહીં, તે બે મુદ્દા પર પ્રશ્ન પૂછવામાં આવશે. આ જવાબને રેકોર્ડ કરીને હાર્દિક પટેલ સુધી પહોંચાડવામાં આવશે.
શુક્રવારે એક ફોર્મ લઈને ગુજરાતના તમામ ૧૮૨ ધારાસભ્યો, સાંસદો અને રાજ્યસભાના મેમ્બરોના ઓફિસ અને ઘરે પાસના કાર્યકરો પહોંચશે. જેમાં ખેડૂતોના દેવામાફી અને હાર્દિકના ઉપવાસ અંગે તેઓ સહમત છે કે નહીં તેની સહિ લેવામાં આવશે. જો કોઈ ફોર્મ પર સહિ આપવાનો ઇન્કાર કરશે તો એવું માની લેવામાં આવશે કે તેઓ હાર્દિક સાથે સહમત નથી.
રવિવારના રોજ પાટણથી મા ખોડના મંદિરથી ખેડૂત સમાજ ઉમા-ખોડલનો રથ લઈને ઉંઝા ધામમાં આવશે. આ રથ પાટણથી પગપાળ ઉંઝા આવશે. રસ્તામાં આવતા તમામ ગામોના ખેડૂત ભાઈઓ અને બહેનો રથનં સ્વાગત કરશે. આ રથ ઉંઝા પહોંચ્યા બાદ હાર્દિકના સારા સ્વાસ્થ્ય અને ભગવાને સરકારે સદબુદ્ધિ આપે અને પાટીદારોને અનામત મળે તે માટે પાર્થના કરવામાં આવશે. આમ પાસ દ્વારા આગામી ગુરૂવારથી જ આ ત્રણ કાર્યકરોની શરૂઆત કરવામાં આવશે.