(સંવાદદાતા દ્વારા) મોડાસા, તા. ૧૧
મહીસાગર નદીમાં ૫ પાટીદાર યુવકો ડૂબી જતા માલપુર પંથક સહિત અરવલ્લી જિલ્લામાં ભારે ગમગીની છવાઈ હતી. રવિવારે મહીસાગર ફાયરબ્રિગેડની ટીમ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ ૪ યુવકોની લાશ મળી આવી હતી. સોમપુરના તૃષિતની લાશ મોડી રાત્રી સુધી ન મળતા સોમવારે વહેલી સવારે ફરીથી શોધખોળ હાથધરાતા સવારના ૯ વાગ્યાના સુમારે તૃષિતની લાશ મળી આવતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું. માલપુર તાલુકાના ૩ ગામના ૫ પાટીદાર યુવાનો આકસ્મિક મૃત્યુ થતા સ્વયભૂ બંધ પાળી શ્રદ્ધાંજલિ આપી હતી. ૫ પાટીદાર યુવાનોની અંતિમક્રિયા સમયે પાટીદાર સમાજના અબાલ, વૃદ્ધ સૌકોઈ હીબકે ચઢ્યા હતા અંતિમવિધિમાં હજારો લોકો જોડાયા હતા.
માલપુર તાલુકાના નદીવાળા ગોવિંદપુરના એક જ પરિવારના અને કુળદીપક ૩ યુવાનો ટીસ્કીનો ૧ યુવાન અને સોમપુરનો ૧ યુવાન ૧૫ જેટલા મિત્રો સાથે મહીસાગર નદીમાં નાહવા પડતા મોત નિપજતા પાટીદાર સમાજ સહીત માલપુર પંથક હીબકે ચઢ્યું સોમવારે માલપુર ગામના વેપારીઓ,દુકાનદારો,ફેરિયાઓ અને પ્રજાજનો અને શૈક્ષણિક સંસ્થાઓ એ સ્વયભૂ બંધ પાડી શ્રદ્ધાંજલિ આપી હતું અને માલપુર તાલુકાના પાટીદાર સમાજના ગામડાઓ પણ બંધ રહ્યા હતા અને ૫ યુવાનોની અંતિમવિધિમાં હજારો લોકો જોડાયા હતા.