ધોળકા,તા.૪
ધોળકા તાલુકાના આંબલિયારા ગામમાં હાર્દિક પટેલના સમર્થનમાં પાટીદાર યુવક-યુવતીઓ અને વડીલોએ ગામના મંદિરે એકઠી થઈ રામધૂન કરી હતી. અહીં એકઠી થયેલા પાટીદારોએ અનામતની તથા ખેડૂતોના દેવા માફીની માગણી કરી હતી. પાટીદાર અનામત આંદોલન હવે પુનઃ ધીરે ધીરે સક્રિય થતાં પોલીસ અને વહીવટી તંત્ર ચિંતિત બન્યું છે ત્યારે ધોળકા શહેર-તાલુકામાં આગામી દિવસોમાં પણ હાર્દિક પટેલના સમર્થનમાં અન્ય કાર્યક્રમો પણ યોજાય તેવી શક્યતા છે.