પાટીદારો અને સરકાર વચ્ચે ગાંધીનગરમાં મળેલી બેઠકમાં અનામત મુદ્દે કોઈ નક્કર ચર્ચા કરાઈ ન હોવાથી પાટીદારો રોષે ભરાયા હતા. ત્યારે પાટીદારોની માંગ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પત્રકાર પરિષદ સંબોધીને જાહેરાત કરતાં હતા ત્યારે પાટીદારો સહિત પાસના સભ્યોએ ભાજપ હાય….હાય….ના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.