અમદાવાદ, તા.ર૮
પાટીદાર અનામત આંદોલન સમિતિના અગ્રણી હાર્દિક પટેલે તાજેતરમાં જ ભાજપ અને આરએસએસ મુસ્લિમો વિરૂદ્ધ પ્રજાને ઉશ્કેરી કઈ રીતે કટ્ટરવાદ ફેલાવે છે તે અંગે પોતાના પાટીદાર સમાજને ઉદ્દેશીને સોશિયલ મીડિયા પર જે સણસણતો પત્ર લખ્યો તેના સોળ હજી શમ્યા નથી ત્યાં આજે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સભ્યો માટે ચોક્કસ પ્રકારના સ્વપ્રમાણિત રાષ્ટ્રવાદી લોકો કઈ રીતે પાટીદારોને બદનામ કરવા અશાંતિ ફેલાવે છે તેનો વિગતવાર ખુલ્લો પત્ર લખતા સનસનાટી ફેલાઈ ગઈ છે.
જય સરદારના નારા સાથે હાકલા-પડકારા કરતા અને ચૂંટણી પરિણામ પછી કોઠીમાં મોઢું ઘાલીને રડતા પાટીદાર યુવાનોએ વિચારવું જોઈએ કે નહીં ? તેવો પ્રશ્ન ઉઠાવી હાર્દિક પટેલે પત્રમાં જણાવ્યું છે કે, પોતાના હક્ક અને અધિકાર માંગવા નીકળેલા પાટીદાર યુવાનોને જાતિવાદી કોણે કહ્યા?
જ્યાં સુધી પાટીદારોની નવી પેઢીના યુવાનો આ સવાલનો જવાબ પોતાની જાતે નહીં શોધી શકે ત્યાં સુધી મંદિરોમાં ઘંટ વગાડતા રહેશે અને ક્યાંક કોઈક શમિયાણામાં બેસીને **ડાની જેમ તાલીઓ પાડશે, અને ડર વેપાર કરતી દુકાનોનો આજીવન ગ્રાહક બનીને ટીલા-ટપકા કરીને નપુંસકોની જેમ ફરશે…..અને ટીલા, ટપકા માળા, મંત્રની માથાકૂટમાં મુંઝાઈ મરશે.
પાટીદાર યુવાનો પોતાની મેળે આ સવાલનો જવાબ મેળવવાની કોશિશ કરે કે કોણે તેમને જાતિવાદી કહી અને ખરાબ તેમજ ખોટા ચીતરવાની કોશિષ કરી?
રાજ્યમાં અને રાજય બહાર અનુસૂચિત જાતિના હજારો સંગઠન ચાલે છે પરંતુ શુ કોઈ અનુસૂચિત જાતિના કે જનજાતિના સભ્ય કે સંગઠને વ્યાપક લેવલ ઉપર પાટીદારો ઉપર જાતિવાદ ફેલાવવાનો આક્ષેપ કર્યો?
આખાયે અનામત આંદોલનમાં સૌથી વધુ સહકાર મળ્યો હોય તો એ દલિત અને આદિવાસી સમાજનો છે કે જેમણે કાયમ એમ કહ્યુ કે પાટીદારોને તેમનો હક્ક-હિસ્સો-અધિકાર મળવો જોઈએ. દલિતો કે આદિવાસીઓએ ક્યારેય નથી કહ્યું કે પાટીદારો મારા ગુજરાતમાં જાતિવાદ ફેલાવે છે, વર્ગવિગ્રહ કરે છે કે અશાંતિ ફેલાવે છે. સમાજ જીવનનો એક હિસ્સો પાટીદારોને જાતિવાદી ચિતરવામાં સતત સક્રિય રહ્યો છે, પોતાને એકમાત્ર સ્વપ્રમાણિત રાષ્ટ્રવાદી માનતા ષડયંત્રકારી કપટીઓના એક વર્ગે પાટીદારોને ખોટા, જુઠ્ઠા, ભીખમંગા વગેરે સાબીત કરવા માટે કોઈ લેવલ બાકી નથી રાખ્યું. પાટીદારોની નવી પેઢીએ વિચારવાનું રહ્યું કે કોણ તેનો ઉપયોગ કરી રહ્યું છે?
પાટીદારો ૨૦૦૨માં હિંદુત્વની તલવાર લઈ મુસ્લિમોને મારવા દોડ્યા અને સવર્ણ હોવાનો છુરો વારંવાર દલિતો સાથે અન્યાય કરવામાં વાપર્યો પરંતુ જ્યારે અનામત માંગી ત્યારે મુસ્લિમો કે દલિતોએ પાટીદારોનો સ્હેજ પણ વિરોધ કર્યો?? અને જ્યારે દમન થયું ત્યારે સૌથી વધુ સાથ અને સહાનુભૂતિ દલિતો અને મુસ્લિમોએ જ આપી આમ છતા કોણ એ વ્યક્તિ છે જેણે ખરાં સમયે પાટીદારોનો સાથ તો ન આપ્યો પણ કાયમ પાટીદારોના સાથે ચાલનાર દલિતો અને મુસ્લિમો પાટીદારના દુશ્મન છે એવું પાટીદારોના મનમાં ઠસાવ્યું..? નવી પેઢી આનો જવાબ મેળવે નહિતર હજુ પણ અસલ દોસ્તને દુશ્મન અને કટ્ટર દુશ્મનને સગો ભાઈ માનીને પોતાનુ નુકશાન કરવા તૈયાર રહે.
“જો હાર્દિક પટેલની ખોટી ધરપકડ થશે તો વિધાનસભા ખખડશે” – આવું કડક સ્ટેટમેન્ટ જીજ્ઞેશ મેવાણીએ આપ્યું પરંતુ ય્સ્ડ્ઢઝ્ર કાંડમાં દમન થયુ તે ખોટું છે એવું એકપણ હિંદુત્વવાદી કેમ ન બોલ્યો?
ફેસબૂક અને વહોટસએપ ઉપર પાટીદારોનો વિરોધ કરતી હજારો પોસ્ટ અને હજારો વીડિયો જુઓ પછી જાતે જ નક્કી કરો કે અનામત માંગતા યુવાનોનો સતત વિરોધ કોણે કર્યો અને શા માટે કર્યો, અને જ્યાં સુધી એ સવાલનો જવાબ નહીં મેળવો ત્યાં સુધી તમારા યુવાન હોવાં ઉપર ધિક્કાર છે.
જ્યાં સુધી આ દરેક સવાલના જવાબ નહીં મેળવો ત્યાં સુધી યાદ રાખજો કે મર્યા પછી સ્વર્ગમાં જશો કે નહીં જાઓ એ ખબર નહીં પણ અમુક ચોક્કસ લોકોએ તમારું જીવન નર્ક જેવું ચોક્કસ બનાવી રાખ્યું છે અને જો આ જીવતેજીવ નર્કમાંથી બહાર આવવું હોય તો જવાબ મેળવો અને ઓળખો આ સ્વપ્રમાણિત રાષ્ટ્રવાદી લોકોને.

‘જય સરદાર’ના નારા સાથે હાકલા પડકારા કરતા પાટીદાર યુવાનો ખાસ વિચારે

પાટીદારને દલિતો સામે સવર્ણ બનાવી દે, મુસ્લિમો સામે હિન્દુ બનાવી દે, પોતાની બરાબરી કરવાની થાય તો શુદ્ર બનાવી દે. આમ ૨૦૦૨માં હિંદુત્વ બચાવવા હડ઼ી કાઢતો પાટીદાર GMDC કાંડ વખતે હિન્દુ નથી રહેતો, અનામત માંગતી વખતે મનમાં સવર્ણ હોવાનો ફાંકો રાખનાર પાટીદાર પોતે સવર્ણ તરીકે મંદિર પુજા નથી કરાવી શક્તો કે લગનમાં મંત્રો નથી બોલી શકતો કે નથી પિતૃશ્રાદ્ધ કરાવી શકતો તો પછી કોણ છે જે પાટીદારને જરૂર પડ્યે હિંદુ અને જરૂર પડ્યે સવર્ણ બનાવી પાટીદારોનો મનફાવે તેમ ઉપયોગ કરે છે એ સવાલનો જવાબ જો નવી પેઢીના યુવાનો નહીં મેળવી શકે તો પેઢીઓની પેઢી સુધી નકલી હિંદુત્વ બચાવવા મર્યા કરશે….