જામનગર, તા. ૧૦
નિકાવાના એક પરિણીતાએ પતિનું મનગમતું શાક નહીં બનાવતા પતિએ તેણીનું છરી વડે નાક કાપી લીધું હતું.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા જશુબેન લક્ષ્મણભાઈ વાજલિયા નામના મહિલાએ શનિવારે શાક બનાવ્યું હતું તે વાનગી પતિ લક્ષ્મણ પૂનાભાઈ વાજલિયાને નહીં ગમતા તેણે પત્નીને નોનવેજનું શાક લઈ આવ તેમ કહી ગાળો ભાંડી ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગુસ્સાના આવેગમાં આવી પોતાની પાસે રહેલી છરી વડે પત્નીનું નાક કાપી લીધું હતું. લોહીલુહાણ બની ગયેલા જશુબેનને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યા છે જ્યાંથી તેઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.