(એજન્સી) તા.૧૩
દેશની જાણીતી ન્યુઝ એજન્સી આઈએએનએસની એક મોટી ભૂલ સામે આવી છે. આઈએએનએસના એક પત્રકાર દ્વારા ભૂલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે અપશબ્દ જોડી દેવામાં આવ્યો છે. આ ઘટના પછી એજન્સીથી લઈને સરકારમાં હલચલ મચી ગઈ છે. વિવાદને વધતો જોઈ આઈએએનએસએ માફી માગી હતી. આઈએએનએસ ન્યુઝ એજન્સીના મેનેજિંગ એડિટર હરદેવ સનોત્રાએ એક માફીનામું પ્રગટ કરી આ ગંભીર ભૂલ બદલ અફસોસ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે એજન્સીએ આ વિવાદિત સમાચારને તેની વેબસાઈટ પરથી હટાવી લીધા છે. આ ઉપરાંત આ ભૂલ માટે જવાબદાર પત્રકારોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને સંબંધિત સંપાદકને કારણદર્શક નોટિસ મોકલવામાં આવી છે.