(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
વિખ્યાત જાસૂસી વેબસાઇટ કોબ્રાપોસ્ટે શુક્રવારે ‘ઓપરેશન ૧૩૬ ભાગ-૨’ નામના પોતાના સ્ટિંગ ઓપરેશનમાં ઘણા સનસનાટીપૂર્ણ ખુલાસા કર્યા છે. કોબ્રાપોસ્ટે પોતાના સ્ટિંગ ઓપરેશનમાં દેશના તમામ મોટા મીડિયા હાઉસનો કાળો કારોબાર ખુલ્લો પાડી દીધો છે. જેમાં પર્દાફાશ કરવામાં આવ્યો છે કે, કેવી રીતે દેશના દિગ્ગજ મીડિયા હાઉસ નાણાં લઇને કોઇ પક્ષ અથવા વિપક્ષ માટે સમાચારો ચલાવવા તૈયાર હોય છે. પેટીએમ પર કોબ્રાપોસ્ટે પીએમઓને યુઝર્સનો ડેટા શેર કરવાનો આરોપ પણ સ્ટિંગ ઓપરેશનમાં કરવામાં આવ્યો છે. દરમિયાન પેટીએમે કોબ્રાપોસ્ટના આ આરોપોને નકાર્યા છે. પેટીએમે પોતાના નિવેદનમાં ખુલાસો કર્યો છે કે, આ આરોપોમાં કોઇ વાસ્તવિકતા નથી અને પાયાવિહોણા છે. તેઓ ફક્ત કાયદેસરની ફરિયાદના આધારે જ ડેટા શેર કરે છે. અમે ભૂતકાળમાં પણ કોઇની સાથે કાયદેસરના કાર્યવાહી અને ફરિયાદ વિના અંગત ડેટા શેર કર્યા નથી. આ વિશ્વાસને સવાલ છે અને અમે વિશ્વાસ જાળવી રાખવા માગીએ છીએ. કોબ્રાપોસ્ટને ઓપરેશનમાં જણાયું કે જમ્મુ અને કાશ્મીરમાં વિરોધમાં પથ્થરમારા દરમિયાન વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) તરફથી વિનંતી કરવામાં આવતા મોબાઇલ વોલેટ કંપની પેટીએમે તેના યુઝર્સના અંગત ડેટા એક રાજકીય પક્ષને આપ્યા હતા. પેટીએમના વરિષ્ઠ ઉપપ્રમુખ અજય શેખરને કોબ્રાપોસ્ટના સ્ટિંગ ઓપરેશન વીડિયોમાં એમ કહેતા બતાવવામાં આવ્યા છે કે ગયા વર્ષે કાશ્મીરમાં વિરોધ દરમિયાન પથ્થરમારો કરનારાઓમાં પેટીએમના કેટલાક યુઝર્સ હતા કે કેમ, તે શોધી કાઢવા માટે પીએમઓએે પેટીએમ યુઝર્સના અંગત ડેટા માંગ્યા હતા. જો કે, હફપોસ્ટ ઇન્ડિયા આ વીડિયોની પ્રમાણિકતા સ્વતંત્ર રીતે ચકાસી શક્યું નથી. નોંધનીય છે કે કાશ્મીરમાં પથ્થરબાજો પર સરકારના પેલેટગનના પગલાંની સંયુક્ત રાષ્ટ્ર સહિત ચોમરેથી ટીકા કરવામાં આવી હતી. સશસ્ત્ર દળો દ્વારા વાપરવામાં આવેલી પેલેટગનથી ઘણા માર્યા ગયા છે અને ઘણા આંધળા બની ગયા છે તેમ જ ઘણા અપંગ બની ગયા છે.

‘પેટીએમે PMOની ભલામણ પર રાજકીય પક્ષને કાશ્મીરીઓના અંગત ડેટા પુરા પાડ્યા’

એક મોટા ખુલાસામાં જાણવા મળ્યું છે કે, વોલેટ કંપની પેટીએમે કાશ્મીરમાં પથ્થરમારા દરમિયાન પીએમઓની ભલામણ પર રાજકીય પક્ષને કાશ્મીરીઓના અંગત ડેટા પુરા પાડ્યા હતા. કંપનીના સંચાલકોએ પણ સ્વીકાર્યું છે કે, તેઓ આરએસએસ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. કોબ્રાપોસ્ટને ઓપરેશનમાં જણાયું કે જમ્મુ અને કાશ્મીરમાં વિરોધમાં પથ્થરમારા દરમિયાન વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) તરફથી વિનંતી કરવામાં આવતા મોબાઇલ વોલેટ કંપની પેટીએમે તેના યુઝર્સના અંગત ડેટા એક રાજકીય પક્ષને આપ્યા હતા. પેટીએમના વરિષ્ઠ ઉપપ્રમુખ અજય શેખરને કોબ્રાપોસ્ટના સ્ટિંગ ઓપરેશન વીડિયોમાં એમ કહેતા બતાવવામાં આવ્યા છે કે ગયા વર્ષે કાશ્મીરમાં વિરોધ દરમિયાન પથ્થરમારો કરનારાઓમાં પેટીએમના કેટલાક યુઝર્સ હતા કે કેમ, તે શોધી કાઢવા માટે પીએમઓએે પેટીએમ યુઝર્સના અંગત ડેટા માગ્યા હતા. જોકે, હફપોસ્ટ ઇન્ડિયા આ વીડિયોની પ્રમાણિકતા સ્વતંત્ર રીતે ચકાસી શક્યું નથી.નોંધનીય છે કે કાશ્મીરમાં પથ્થરબાજો પર સરકારના પેલેટગનના પગલાંની સંયુક્ત રાષ્ટ્ર સહિત ચોમરેથી ટીકા કરવામાં આવી હતી. સશસ્ત્ર દળો દ્વારા વાપરવામાં આવેલી પેલેટગનથી ઘણા માર્યા ગયા છે અને ઘણા આંધળા બની ગયા છે તેમ જ ઘણા અપંગ બની ગયા છે. શેખરે અંડરકવર પત્રકારને જણાવ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં પથ્થરમારો બંધ થઇ ગયો ત્યારે મને પીએમઓથી વ્યક્તિગત ફોન આવ્યો હતો. મને પેટીએમ યુઝર્સના ડેટા આપવાનું કહેવામાં આવ્યું હતું, પથ્થરબાજોમાં કદાચ કેટલાક પેટીએમ યુઝર્સ હોઇ શકે છે. પેટીએમના અજય શેખરે એવો ઘટસ્ફોટ કર્યો કે પીએમઓના આદેશ પર તેઓએ કેવી રીતે તેમના યુઝર્સના ડેટા એક રાજકીય પાર્ટીને આપ્યા. આ ઘટસ્ફોટ પેટીએમની પ્રાઇવસી પોલિસીનો સીધો ભંગ છે. પેટીએમ એવો દાવો કરે છે કે અમે તમારી એટલે કે યુઝર્સની વ્યક્તિગત માહિતી કોઇ ત્રાહિત પક્ષને વેચીશું નહીં, શેર કરીશું નહીં કે અનિચ્છનીય ઇ-મેલ કે એસએમએસ માટે ઇમેલ એડ્રેસ કે મોબાઇલ નંબરનો ઉપયોગ કરીશું નહીં. તપાસમાં એવું જાણવા મળ્યું કે તેમની આ નીતિનો સંપૂર્ણ ભંગ થયો છે.

ખુલાસા બાદ લોકો પેટીએમને અનઇન્સ્ટોલ કરવા લાગ્યા, રાહુલ ગાંધીએ કહ્યું પેટીએમ=પેટુPM
કોબ્રાપોસ્ટના ઓપરેશન ૧૩૬ ભાગ-૨ના સનસનાટીપૂર્ણ ખુલાસા બાદ ભારતીય વોલેટ કંપની પેટીએમની ચારેતરફથી ભારે ટીકા થઇ રહી છે જેમાં તેણે ભારતીય યુઝર્સના ડેટા પીએમઓને લીક કર્યાની કબૂલાત કરી છે. જોકે ઘટસ્ફોટ બાદ પેટીએમે પોતાનો બચાવ કરવાના પ્રયાસ કર્યા હતા પરંતુ લોકો તે પહેલા જ પેટીએમને અનઇન્સ્ટોલ કરવા લાગ્યા છે. પેટીએમે ખુલાસામાં જણાવ્યું છે કે, તે પોતાના યુઝર્સના ડેટા કાયદેસર કાર્યવાહી કરવા સિવાય કોઇને શેર કરતા નથી. તેણે એમ પણ કહ્યું છે કે, આ વાતમાં કોઇ સચ્ચાઇ નથી કે અમે કોઇ એજન્સી કે પાર્ટીને યુઝર્સના ડેટા શેર કરી રહ્યા છીએ. અમારા યુઝર્સનો ડેટા ૧૦૦ ટકા સુરક્ષિત છે અને કાયદેસરના કામ વિના કોઇને ડેટા શેર કરતા નથી. દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી દ્વારા નોટબંધીની જાહેરાત કર્યા બાદ સફળ થવા માટે આ કંપનીને આગળ ધરી હોવાનો આરોપ લગાવી ખુલાસા બાદ કંપની પર આકરા ચાબખાં માર્યા છે. તેમણે ટિ્‌વટ કરી કહ્યું છે કે, નોટબંધી અંગે અમે જે કહેતા હતા તેનો આ પાક્કો પુરાવો છે. પેટીએમ=પેટુઁસ્. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાની જુની ટિ્‌વટ શેર કરતા કહ્યું હતું કે, નોટબંધી બાદ પેટીએમનો ઘણો ફેલાવો થયો છે જે નોટબંધી બાદ મેં ટિ્‌વટ કરી હતી તે સાચી ઠરી છે. મોદીએ પેટીએમ સાથે તેમનો શું સંબંધ છે તેનો ખુલાસો કરવો જોઇએ.

કોબ્રાપોસ્ટ સ્ટિંગ : જય શાહ અંગેના
સમાચાર રદ્‌ કરવા દૈનિક જાગરણ તૈયાર
રેડિયો નેટવર્ક પર હિંદુત્વ અભિયાન ચલાવવાની વાત અંગે અમિત શાહ અને જય શાહ પરના અહેવાલોને ઝાંખા પાડવા માટે હિંદી અખબાર દૈનિક જાગરણ પર કોબ્રાપોસ્ટ દ્વારા સ્ટિંગ ઓપરેશન હાથ ધરાયું હતું જેમાં તેણે ખુલાસો કર્યો હતો કે, તેણે પેઇડ ન્યૂઝ દ્વારા આ અહેવાલો ચલાવવા અંગે ખુલાસો કર્યો હતો. ધ ક્વિન્ટે આ અંગે દૈનિક જાગરણનો સંપર્ક સાધ્યો હતો અને પૃચ્છા કરી હતી. કોબ્રાપોસ્ટના એક વીડિયોમાં અંડરકવર રિપોર્ટર પુષ્પ શર્માએ હિમાચલ પ્રદેશના કાંગરામાં જાગરણના સંચાલન અધિકારી રાજેષ મહાશા સાથે વાત કરી હતી. પુષ્પે પોતાનું નામ આચાર્ય છત્રપાલ રાખ્યું હતું અને પોતાને આરએસએસ પ્રચારક ગણાવ્યા હતા. રાજેશે એવી પણ કબૂલાત કરી હતી કે, તેણે પોતાના તંત્રીલેખમાં ભાજપને કોઇપણ પ્રકારનું સમર્થન આપવા વચન આપ્યું હતું.