(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
અભિનેતા, લેખક, નિર્દેશક, ક્રિકેટના નિષ્ણાત અને પદ્મશ્રી વિજેતા ટોમ ઓલ્ટરનું ૬૭ વર્ષની ઉંમરે શુક્રવારે સાંજે નિધન થયું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી ચામડીના કેન્સરથી પીડાતા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ તેઓ કેન્સરના ચોથા તબક્કામાં હતા. આ મહિનાની શરૂઆતમાં તેમને સૈફી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ગુરૂવારે તેમને ઘરે પરત લઈ જવાયા હતા. ટોમ ઓલ્ટરનો જન્મ રરમી જૂન ૧૯પ૦ના રોજ મસૂરીમાં થયો હતો. તેઓ ભારતમાં ત્રીજી પેઢીના અમેરિકન હતા. તેમણે વુડસ્ટોક સ્કૂલમાંથી શિક્ષણ મેળવ્યું હતું ત્યારબાદ થોયેલ યુનિ.માં તેઓ વધુ અભ્યાસ માટે ગયા હતા. વર્ષ ૧૯૭રમાં તેમણે પુણેની પ્રતિષ્ઠિત ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટયુટમાં એડમિશન મળ્યું હતું અને ૧૯૭૪માં તેઓ ગોલ્ડમેડલ સાથે ગ્રેજ્યુએટ થયા હતા. એંશી અને નેવુંના દશકમાં તેમણે રમત-ગમત ક્ષેત્રે પત્રકારત્વ પણ કર્યું હતું. તેઓ ટીવી પર સચિન તેન્ડુલકરનું ઈન્ટરવ્યુ લેનાર પ્રથમ વ્યક્તિ હતા. ઓલ્ટર ભારતીય સંસ્કૃતિના જાણકાર હતા. તેમની અનેક નોંધપાત્ર ભૂમિકા છે. તે દર્શકોની પસંદ પ્રમાણે પોતાને ઢાળતા હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં લગભગ બધા જ કામો કર્યા હતા. તેઓએ હરિયાણાની શાળામાં શિક્ષક તરીકે પણ ફરજ બજાવી હતી. મનોજકુમારની ફિલ્મ ‘ક્રાંતિ’ (૧૯૮૧) કદાચિત તેમની કારકિર્દીની સૌથી મહત્ત્વની ફિલ્મ હતી. તેમાં તેમનો બ્રિટિશ જનરલ તરીકેનો નાનકડો રોલ હતો. પરંતુ તેમણે તેને ન્યાય આપ્યો હતો અને તેમને ચારેકોર પ્રશંસા થઈ હતી. તેમની અન્ય નોંધપાત્ર ફિલ્મોમાં સત્યજીત-રેની શતરંજ કે ખિલાડી, મહેશ ભટ્ટની આશિકી અને કેતન મહેતાની સરદારનો સમાવેશ થાય છે. તેમણે મોટેભાગે નકારાત્મક ભૂમિકા ભજવી હોવા છતાં તે લોકોમાં લોકપ્રિય હતા. ઓલ્ટર રાજેશ ખન્ના જેવી સફળતા પ્રાપ્ત કરવાના સ્વપ્ન સાથે મુંબઈ આવ્યા હતા અને પોતાના ફિલ્મ ક્ષેત્ર માટે પ્રેમ, પોતાની ભાષા પર વિશ્વાસ અને અભિનય કળાના જોરે તેમણે બોલીવુડમાં સ્થાન મેળવ્યું. ૧૯૭પ સુધી તેઓ એક જાણીતો ચહેરો બનવામાં સફળ થયા હતા. તેમજ ર૦૦૮માં તેમને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમણે દૂરદર્શન પર સતત પાંચ વર્ષ સુધી પ્રસારિત થનાર ટીવી સિરિયલ જૂનુન (૧૯૯૪)માં નોંધપાત્ર કાર્ય કર્યું હતું. ટોમ ઓલ્ટરે ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. ઓલ્ટરના મૃત્યુથી સિનેજગતમાં મોટી ખોટ પડી છે.
પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને સોનિયા ગાંધી સહિત
અન્ય દિગ્ગજોએ ઓલ્ટરને શ્રદ્ધાંજલિ અર્પી

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
૬૭ વર્ષીય ટોમ ઓલ્ટરના મૃત્યુના કારણે સમગ્ર દેશમાં અને ખાસ કરીને સિનેજગતમાં શોકનો માહોલ છવાયો છે. ઓલ્ટરના મૃત્યુ અંગે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સહિત અનેક લોકોએ ટ્‌વીટ કરી શોક વ્યકત કર્યો છે અને તેમના પરિજનોને આશ્વાસન આપ્યું હતું. અર્જુન કપૂરે ટોમ ઓલ્ટર સાથે જોડાયેલી પોતાના બાળપણની યાદો તાજી કરી હતી. તેમજ નિર્મત કૌર, હર્ષા ભોગલે અને હરજિન્દર કુકરેજા સહિત અન્ય લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ ઓલ્ટરને શ્રદ્ધાંજલિ આપતાં ટ્‌વીટ કરી હતી કે તેમણે ફિલ્મો ટેલિવિઝન અને થિએટરમાં તેમના પાત્રો મારફતે ભારતીય પ્રેક્ષકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. તેઓ એક સમૂહ વારસો છોડી ગયા છે સાથે તેમણે તેમના પરિજનો, મિત્રો અને પ્રશંસકોને આ દુઃખની ઘડીમાં ધીરજ ધરવા કહ્યું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ ઓલ્ટરના મૃત્યુ અંગે દુઃખ વ્યકત કર્યું હતું.
અમેરિકી મૂળના ઉર્દૂ ભાષી ટોમ ઓલ્ટર જેમણે ‘‘મૌલાના આઝાદ’’ની ભૂમિકાને ફરી જીવંત કરી
(એજન્સી) તા.૩૦
વરિષ્ઠ અભિનેતા ટોમ ઓલ્ટરે શુક્રવારે સાંજે આ જગતમાંથી ચીર વિદાય લીધી હતી પરંતુ તેઓ તેમણે ભજવેલી ભૂમિકા મારફતે ચાહકોના હૃદયમાં હંમેશા જીવિત રહેશે. ઓલ્ટરે ૩૦૦થી વધુ ફિલ્મો અને નાટકોમાં કામ કર્યું હતું. પરંતુ મૌલાના આઝાદના જીવન પર આધારિત એકાંકી નાટકમાં તેમણે ભજવેલી મૌલાનાની ભૂમિકા સૌથી યાદગાર છે. આ નાટક ભજવવા માટે તેઓ જામિયા મિલિયા યુનિવર્સિટીમાં ગયા ત્યારે બેકસ્ટેજ કોઈએ તૂટેલી-ફૂટેલી અંગ્રેજીમાં પૂછયું. ‘‘ઉરઅ ર્જ ર્ખ્તર્ઙ્ઘ ૈહ ેઙ્ઘિે’’ અર્થાત, તમારું ઉર્દૂ આટલું સારું કેમ છે ? ત્યારે તેમણે જવાબ આપતાં કહ્યું કે ‘‘ઉરઅ ર્એ ર્હ ેઙ્ઘિે’’ અર્થાત તમે કેમ ઉર્દૂ નથી બોલતાં અને આ જવાબ સાંભળતા જ બધા હસી પડયા હતા. ઓલ્ટર હિન્દી અને ઉર્દૂના જાણકાર હતા. ઓલ્ટરને ખાસ કરીને ઉર્દૂ ભાષા સાથે પ્રેમ હતો. તેમના પિતાએ બાઈબલનું ઉર્દૂ ભાષાંતર કર્યું હતું અને ઓલ્ટરે પોતે પણ ઉર્દૂ ભાષામાં કેટલાક પુસ્તક લખ્યા હતા. તેમને આઝાદની ભૂમિકા ભજવવા બદલ ઘણી જ પ્રશંસા પ્રાપ્ત થઈ હતી.
સચિન તેન્ડુલકરનો પ્રથમ ટીવી ઈન્ટરવ્યુ લેનારા ટોમ ઓલ્ટર હતા સાથે તેમણે ધોની પર પ્રતિબંધ મૂકવાની પણ વાત કરી હતી

(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
રંગમંચ, ટીવી અને ફિલ્મોમાં ઘણી યાદગાર ભૂમિકાઓ ભજવનારા અભિનેતા ટોમ ઓલ્ટરનું મુંબઈમાં અવસાન થયું હતું. તેઓ ચામડીના રોગથી પીડાતા હતા. ટોમને રમત પ્રત્યે ખૂબ જ લગાવ હતો. મસૂરીના સર્વે મેદાન અને પોલો મેદાન અને વુડસ્ટોક સ્કૂલના મેદાનમાં પોતાના મિત્રો સાથે ક્રિકેટ, ફૂટબોલ રમતા હતા. આજ નહીં મુંબઈ આવ્યા બાદ પણ તેઓ મસૂરીમાં ટીમ બનાવીને લાવતા હતા અને લોકલ પ્રતિયોગિતાઓમાં રમતા હતા. જેમાં નસીરૂદ્દીન શાહ, વિશાલ ભારદ્વાજ જેવા પણ નામ સામેલ છે. મહાન બેટ્‌સમેન સચિન તેન્ડુલકરનો પ્રથમ ટીવી ઈન્ટરવ્યુ લેવાનો શ્રેય પણ ટોમ ઓલ્ટર પાસે છે. જ્યારે ધોનીની ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેતા તેઓ ધોની પર ગુસ્સે થયા હતા અને તેના પર આજીવન પ્રતિબંધ મૂકવા કહ્યું હતું. ૧૯૮૮માં ટોમ ઓલ્ટરે ખૂબ જ મહત્ત્વનું સ્પોર્ટસ ઈન્ટરવ્યુ લીધો હતો. ૧૬ વર્ષીય સચિન તેન્ડુલકર એ વખતના વેસ્ટ ઈન્ડીઝના ફાસ્ટ બોલરનો સામનો કંઈ રીતે કર્યો એ બધાને જાણવાની ઉત્સુકતા હતી અને સચિનનો પ્રથમ ઈન્ટરવ્યુ ટોમ ઓલ્ટરે લીધો હતો. ટોમ ઓલ્ટરે માત્ર ક્રિકેટરોનો ઈન્ટરવ્યુ નહોતો લીધો પણ તેઓ ક્રિકેટરો સાથે રમ્યા પણ હતા. ભારતીય ઈલેવનમાં સુનીલ ગાવસ્કરની કપ્તાની હેઠળ ટીમમાં ટોમ ઓલ્ટર પણ સામેલ હતા.