National

પેહલુખાન હત્યાકાંડ : જે આરોપીઓના નામો ‘ડાઈંગ ડેકલેરેશન’માં હોય એ ‘દોષી નથી’

(એજન્સી) તા.૧૫
જે આરોપીઓના નામો ડાઈંગ ડેકલેરશનમાં હતા. એમની પૂછપરછ કરાઈ ન હતી. એથી એ ‘દોષી નથી’
પેહલુખાનની હત્યા થઈ હતી એમના ડાંઈગ ડેકલેરેશનમાં ૬ આરોપીઓના નામો હતા એમને હવે પોલીસે દોષી નહિં હોવાનું જણાવ્યું છે. પ આરોપીઓ જામીન ઉપર છૂટેલા છે. ર આરોપીઓની જામીન અરજીઓ પડતર છે, ર આરોપીઓ ભાગેડુ છે. અલવર પોલીસને પોતાના નિવેદનમાં પેહલુખાને કહ્યું હતું કે લગભગ ર૦૦ વ્યક્તિઓના ટોળાએ મારા વાહનને રોક્યુ હતું અને મને માર મારી ગાળો બોલી હતી. એ જ્યારે મને મારી રહ્યા હતા ત્યારે ઓમ યાદવ, હુકુમચંદ, નવીન શર્મા, સુધીર, રાહુલ સૈની અને જગમલના નામો ઉચ્ચારતા હતા અને કહેતા હતા કે આ બધા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સભ્યો છે. એમણે કહ્યું હતું કે જે કોઈ વ્યક્તિ અહિંથી ગાયો સાથે પસાર થશે એને આ જ રીતે માર મારવામાં આવશે. ગઈકાલે રાજસ્થાન પોલીસે ૬ વ્યક્તિઓ સામેની તપાસ બંધ કરી હતી જે વ્યક્તિઓના નામો પેહલુખાને પોતાની ઉપર ટોળા દ્વારા કરાયેલ હુમલામાં મૃત્યુ પહેલા લીધા હતા. પોલીસના આ વલણથી એમની સામે આક્ષેપો થઈ રહ્યાં છે કે ગૌરક્ષકોને બચાવવા માટે એમની ઉપર દબાણો કરાઈ રહ્યા છે. ડાઈંગ ડેકલેરશનમાં ૬ વ્યક્તિઓના નામો હતા જેમને રાજસ્થાન પોલીસ શોધી રહી હતી. જો કે પાંચ મહિના પછી પોલીસને જણાય છે કે એ વ્યક્તિનો દોષી નથી. પોલીસે આ આરોપીઓને ભાગેડુ જાહેર કર્યાં હતા અને કોઈપણ તપાસ અથવા પૂછપરછ વિના કઈ રીતે દોષી નહી હોવાનું જણાવ્યું છે ? પહેલુ અને એમના બે પુત્રો ઉપર ૧લી એપ્રિલના રોજ હુમલો કરાયો હતો. જે દરમ્યાન બે દિવસ પછી પેહલુખાનનું મૃત્યુ થયું હતું. પેહલુખાને જણાવેલ ૬ આરોપીઓ સામે વિવિધ કલમો હેઠળ આક્ષેપો મુકાયા હતા અને પોલીસ દ્વારા ‘વોન્ટેડ’ હતા હવે પોલીસે એમને દોષી નહિ હોવાનું પ્રમાણપત્ર આપ્યુ છે જેથી એમના માટે જાહેર કરાયેલ પ૦૦૦ રૂપિયાનું ઈનામ પણ પાછું ખંેચ્યું છે. એમને દોષી જાહેર કરાયા નથી એના ત્રણ કારણોછે. પ્રથમ આ બધા વીડિયો રેકોર્ડિંગમાં ક્યાંય જોવામાં આવ્યા નથી. બીજું એમની હાજરી, એમના મોબાઈલ ફોનના આધારે એ માહિતી મળે છે કે એ લોકો ઘટના સ્થળે હાજર ન હતા. ત્રીજુ સાક્ષીઓ જણાવે છે કે આ ૬ આરોપીઓ દેહમી ગૌશાળા ખાતે હતા અને નહીં કે ઘટના સ્થળે. પોલીસ અધિકારીએ કહ્યું કે એ વાત ખરી છે કે ડાઈંગ ડેકલેરેશન તપાસનો ખૂબ જ મહત્ત્વનો ભાગ હોય છે પણ અમને બીજા પાસાઓ પણ જોવા પડે છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.