(એજન્સી) રાયચુર, તા.૪
પેજાવર મઠના વિશ્વેશા તીર્થા સ્વામીએ કહ્યું કે, વડાપ્રધાન નરેેન્દ્ર મોદીનો સત્તામાં પાંચ વર્ષનો કાર્યકાળ હવે એક વર્ષમાં પૂર્ણ થવાને આરે છે. તેથી તેમણે પવિત્ર ગંગાને સ્વચ્છ કરવા અને વિદેશી બેંકોમાંથી કાળું નાણું પાછું લાવવા માટે કાર્યવાહી કરવી જોઈએ. જેવું કે વર્ષ ર૦૧૪ની લોકસભાની ચૂંટણી દરમિયાન તેમણે વચન આપ્યું હતું.
તેમણે રવિવારે તાત્પર્ય ચંદ્રિકાના મંગલા મહોત્સવમાં ભાગ લેતા પહેલાં આંધ્રપ્રદેશના મંત્રાલયમમાં મીડિયા પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. બે દિવસીય ધાર્મિક કાર્યક્રમ મંગલા મહોત્સવ શનિવારે મંત્રાલયના શ્રી રાઘવેન્દ્ર સ્વામી મઠમાં શરૂ થવા જઈ રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાળું નાણું પાછું ના લાવી શક્યા હોવાને કારણે નારાજ થયેલા સ્વામીએ કહ્યું મોદીએ તેમના વચન પ્રમાણે તાત્કાલિક ધોરણે પવિત્ર ગંગાને સ્વચ્છ કરાવવી જોઈએ અને કાળું નાણું પાછું લાવવું જોઈએ. પરંતુ તેઓ આ કાર્ય કરવામાં નિષ્ફળ રહ્યા છે એવું ના કહી શકાય કે ર૦૧૯ની ચૂંટણીમાં ભાજપનો પુનઃ વિજય થશે. તેમણે અત્યારસુધીમાં કોઈપણ ભ્રષ્ટાચારના આરોપો વગર વહીવટ સંભાળ્યો છે.
સ્વામીએ તેમ પણ કહ્યું કે, મઠમાં ૧૩ જૂનના રોજ ઈફતારનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં આઠ મઠોના કોઈપણ સીરે તેનો વિરોધ કર્યો નથી તેથી હવે મઠના આ ઈફતારમાં સામેલ થવા અંગે મુસ્લિમ સમુદાયે નિર્ણય લેવાનો છે.