(સંવાદદાતા દ્વારા) અમદાવાદ,તા.ર૪

અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજજો આપવો કે કેમ તે ચકાસવા માટે તા.રપ સપ્ટેમ્બરથી ૬ દિવસ સુધી યુનાઈટેડ નેશન્સ, સાયન્ટીફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો)ની ટીમ અમદાવાદ આવી રહી છે. c_1ત્યારે હેરિટેજ ઈમારતોના નિષ્ણાત પી.કે. ઘોષના  મુજબ શહેરીજનોમાં હેરિટેજ સ્થાપત્યો અંગેનું મહત્વ અને લાગણી વિસરાતી જઈ રહી છે. ત્યારે લોકોમાં હેરિટેજ સ્થાપત્યો અંગેની  લાગણી પુનજીર્વિત કરવી જરૂરી છે. તેના થકી લોકો આ સ્થાપત્યોનું મહત્વ સમજશે અને તેની જાળવણી પણ કરશે.

અમદાવાદ શહેરની હેરિટેજ સિટીનો દરજજો મળવાની વાતો વચ્ચે હેરિટેજ કન્ઝર્વેશન કમિટીના  ચેરમેન પી.કે. ઘોષે ગુજરાત ટુડે સાથે કરેલી વાતચીત અત્રે રજૂ કરીએ છીએ.

પ્રશ્ન : અમદાવાદના હેરિટેજ સ્થાપત્યો વિશે લોકો કેટલા જાગૃત છે ?

જવાબ : અમદાવાદના ઘણા એવા વિસ્તારો છે જયાં હેરિટેજ સ્થાપત્યો આવેલા છે. જયાં આસપાસમાં રહેતા લોકો આજીવિકાના સાધનોના અછતના  કારણે સ્થાનિકો આ સ્થાપત્યોની પાસે જ દુકાનો લગાવીને રોજી-રોટી મેળવે છે ત્યારે આ  લોકો ઐતિહાસિક ઈમારતોના મહત્વ અંગે અજાણ હોવાથી તેઓ આ વારસાની જાણવણી કરતા નથી.

પ્રશ્ન : શું ઐતિહાસિક ઈમારતો પાસે દબાણ કરીને રોજગારી મેળવતા  લોકોને હટાવી દેવા જોઈએ ?

જવાબ :  આ એક દિવસનું કામ નથી. આજીવિકા માટે આ લોકો વ્યવસાય કરે છે. ત્યારે ગુર્જરી બજાર જેમ સ્થળાંતર કરીને રિવરફ્રન્ટમાં લઈ ગયા છીએ કેમ ઐતિહાસિક ઈમારતો પાસે દબાણ કરી વ્યવસાય કરતા લોકોને સ્થળાંતર કરી અન્ય જગ્યાએ વ્યવસાય કરવા માટે સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.

પ્રશ્ન : ઐતિહાસિક સ્થાપત્યોની જાળવણી અંગે લોકો જાગૃત થાય તે માટે શું કરવું જોઈએ ?

જવાબ : પહેલા તો લોકોમાં ઐતિહાસિક સ્થાપત્યોનું મહત્વ શું છે તે જ ખબર નથી. ધીરે ધીરે લોકો જેના પ્રત્યેની લાગણી અને મહત્વથી વિસરાઈ રહયા છે ત્યારે આ સ્થાપત્યોની જાળવણી માટે લોકોમાં  તેના પ્રત્યેની લાગણી પુનર્જીવિત કરવી  પડશે. તેના માટે શેરી નાટકો કરીને તંત્ર દ્વારા લોકોને આપણા કલ્ચર અને સ્થાપત્યો વિશેની ઝાંખી કરાવવામાં આવે છે. આવી પ્રવૃતિ સતત ચાલતી રહેવી જોઈએ. ત્યારે આ બધા  પ્રયાસો થકી જ લોકોને ઐતિહાસિક સ્થાપત્યો પ્રત્યેનું મહત્વ સમજાશે. ત્યારે તેની સાથે લાગણી બંધાશે એટલે આપોઆપ લોકો તેની જાળવણી કરશે.

પ્રશ્ન : અમદાવાદનો વર્લ્ડ હેરિટેજ સિટીમાં સમાવેશ થશે કે કેમ ?

જવાબ : આશા રાખીએ છીએ કે અમદાવાદ શહેરનો હેરિટેજ સિટીમાં સમાવેશ થાય. પરંતુ તમામ નિર્ણયો તો યુનેસ્કો દ્વારા જ લેવાશે. હવે રાહ જોઈએ કે પરિણામ શું આવે છે.

 

 

c_2હેરિટેજ સેલના ઓએસડી દિલીપ ગોર કહે છે

તંત્ર સાથે ખભેથી ખભો મિલાવી પ્રજા ઐતિહાસિક વારસાની જાળવણી કરે

અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી દરજજા માટે નોમિનેટ થયુ છે ત્યારે યુનેસ્કોની ટીમ તા.રપ સપ્ટેમ્બરથી તા.૧ ઓકટોબર સુધી અમદાવાદની મુલાકાતે આવી રહયા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેરિટેજ ડિપાર્ટમેન્ટના  ઓફિસર ઓન સ્પેશિયલ ડયુટી દિલીપ ગોરે જણાવ્યું હતું કે જેમ  આપણા ઘરને આપણે સ્વચ્છ રાખી જાળવણી કરીએ છીએ તેમ ઐતિહાસિક સ્થાપત્યોની પણ એટલી જ જાળવણી કરવી જોઈએ. તંત્ર તરફથી તો આ  વારસાને સાચવવા કામગીરી કરવામાં આવે છે. પરંતુ પ્રજાએ પણ તંત્રને સહકાર આપી ખભેથી ખભો મીલાવી આપણા ઐતિહાસિક સ્થાપત્યોના વારસાને સાચવવો જોઈએ. પોતાના અનુભવોને વાગોળતા દિલીપ ગોરે વધુમાં જણાવ્યું હતું કે એક વાર  વિદેશી સર્વે  કરનારાની સાથે હું આસ્ટોડિયા ઢાળની પોળ ખાતે ગયો હતો. ત્યાંનું  દૃશ્ય જોયું કે પગથિયા પર બેસેલા બે વૃધ્ધા, બાલ્કનીમાં ઉભેલી મહિલા, અને થાંભલા ઉપર  ટેકો દઈને ઉભા  રહેલા વૃધ્ધ  વાતો કરી રહયા  હતા. ત્યારે જો વિદેશીને કહયું કે જયારે ફેસબુક  નહોતું ત્યારે ખરા અર્થમાં ફેસબુકની ભૂમિકા ભજવતી આ પોળ છે. ત્યારે આપણા આ ઐતિહાસિક વારસાને માલ સામાનના ગોડાઉનો બનાવીને ખતમ  ના કરો તેની જાળવણી કરો.

 

હેરિટેજ સેલના પી.કે.વી. નાયર કહે છે

સંસ્કૃતિ વિશે લોકોને જાગૃત કરવા ભજવાય છે શેરી નાટક

અમદાવાદ શહેર હેરિટેજ સિટીમાં દરજજા માટે નોમિનેટ થયું છે ત્યારે  યુનેસ્કોની ટીમ અમદાવાદની મુલાકાતે આવી રહી છે. જેમાં ઈરાનના એકસપર્ટ પણ આવી રહયા છે ત્યારે આ ટીમ અમદાવાદના ઐતિહાસિક સ્થાપત્યોની મુલાકાત બાદ તેના  વિશે શું જાણીને જાય છે.  તે આપણા માટે મહત્વનું છે જો કે શહેરીજનો પણ આ સ્થાપત્યો વિશે વધુ જાણ તેની જાળવણી કરી જે માટે શેરી નાટકો કરીને લોકોને આપણા ધબકતા કલ્ચર વિશે માહિતી આપવામાં આવે છે.  એમ એએમસીના હેરિટેજ સેલના ડેપ્યુટી જનરલ મેનેજર  પી.કે.વી. નાયરે જણાવ્યું હતું.