(એજન્સી) લાહોર, તા.૧૭
નવાઝ શરીફને પદભ્રષ્ટ કરાયા બાદ ખાલી પડેલી વડાપ્રધાનની ખુરશી માટે રવિવારે પાકિસ્તાનીઓએ મતદાન કરવાની શરૂઆત કરી, જેને ૨૦૧૮ની સામાન્ય ચૂંટણી પહેલાં શરીફ માટે સમર્થનની કસોટી રૂપે જોવામાં આવે છે. શરીફની સત્તારૂઢ પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝે (પીએમએલ-એન)આશા વ્યક્ત કરી કે જુલાઇમાં સુપ્રીમ કોર્ટે નવાઝને પદભ્રષ્ટ કર્યા છતાં લાહોરમાં તેમનો ભવ્ય વિજય થશે. શરીફની પુત્રી મરિયમે પોતાની માતા કુલસુમ માટે પીએમએલ-એનનો પ્રચાર કરવાની શરૂઆત કરી હતી. પીએમએલ-એનના કેટલાક નેતાઓ મરિયમને ભવિષ્યની આગેવાન તરીકે જોઇ રહ્યા છે, ત્યારે તે ચૂંટણીને ભવ્ય વિજય મેળવવાની એક તક રૂપે જોઇ રહી છે. તાજેતરની રેલીમાં તેણીએ પોતાના સમર્થકોને પૂછ્યું કે શું તમે તમારા અનાદર કરવામાં આવેલા મતોનો બદલો લેશો? વિરોધ પ્રદર્શન કરવાની જેની ધમકીથી સુપ્રીમ કોર્ટે નવાઝની સંપત્તિની તપાસ હાથ ધરી હતી તેવા વિરોધી પક્ષના નેતા ઇમરાન ખાન પંજાબમાં આવેલ શરીફના ગઢ પર વિજય મેળવવા ઇચ્છે છે. જુલાઇમાં સુપ્રીમ કોર્ટે શરીફને અમાન્ય ઘોષિત કર્યા હતા કારણ કે તેમણે પોતાના પુત્રની માલિકીની કંપનીના માસિક વેતનની ઘોેષણા કરી ન હતી. શરીફ ૧૯૯૦માં બે વાર સત્તા પર આવ્યા હતા અને તેઓ ત્રીજી વખત વડાપ્રધાનના પદે બિરાજમાન થયા હતા તથા તેમણે વેતન લેવાનો પણ ઇન્કાર કર્યો હતો. ખાને પેટા ચૂંટણીને ભ્રષ્ટાચારના જનમત સંગ્રહમાં તબદિલ કરી દીધી છે તથા નવાઝના ભાઇ શાહબાઝ દ્વારા સંચાલિત પ્રાંતીય પંજાબ પર પીએમએલ-એનના પ્રચાર અઅભિયાનને મદદ કરવા માટે રાજ્યના સંસાધનોનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ખાને શનિવારે રેલીમાં કહ્યું કે તમારા વડાપ્રધાન દુનિયાની સૌથી મોંઘી રિયલ એસ્ટેટ કંપનીના માલિક છે અને તે તેમની પુત્રીના નામે છે. આ વચ્ચે આ દેશના અડધો અડધ બાળકો કૂપોષણથી પીડાઇ રહ્યા છે. વિશ્લેષકોનું અનુમાન છે કે પીએમએલ-એનનો ફરીથી વિજય થશે પરંતુ તેઓ કહે છે કે જો ૨૦૧૮ની ચૂંટણી પહેલાં ખાનની પાર્ટી ઝડપ વધારશે તો પીટીઆઇના ઉમેદવાર યાસીન રશીદ ૨૦૧૩ના પીએમએનએલના ૪૦ હજાર મતોના અંતરથી થયેલા વિજયના માર્જિનને ઘણી હદ સુધી ઓછું કરી દીધું છે.