(એજન્સી) ગુરદાસપુર, તા.૬
અકાલી સરકારમાં મંત્રી રહેલા દિગ્ગજ નેતા સુચ્ચાસિંહ લંગાહ પછી હવે ગુસદાસપુર લોકસભા ઉપચૂંટણી માટે ભાજપના ઉમેદવાર સ્વર્ણ સલારિયાની મુશ્કેલીઓ વધતી નજરે આવે છે. સલારિયા પ એક મહિલા સાથે લગ્નનો વાયદો કરી રેપ કરવાનો આરોપ છે. તે મામલે પીડિતા આજે સુપ્રીમ કોર્ટ પહોંચી હતી. જ્યાં તેની અરજી મંજૂર કરી દેવાઈ.
મીડિયા રિપોર્ટ મુજબ પીડિતાએ આરોપ લગાવ્યો છે કે ભાજપના નેતા સલારિયા તેની સાથે ૧૯૮રથી ર૦૧૪ સુધી રહ્યા. લગ્નનું વચન આપી શારીરિક સંબંધ બનાવ્યા હતા. ર૦૧૪માં લગ્ન કરવાનો ઈન્કાર કર્યો. ફરીથી તેણે પીજી અને ફ્લેટ લીધો હતો. પીડિતાએ સલોરિયા સાથેની આપત્તિજનક તસવીરો પણ કોર્ટમાં રજૂ કરી. મહિલાએ ૧પ ડિસે. ર૦૧૪ના રોજ ધારા ૩૭૬, ૪ર૦, ૩૦૬ અને એસસી એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો હતો. આ મામલો ચૂંટણીપંચ સુધી પણ પહોંચી ગયો છે. હવે ભાજપ સલારિયા સામે શું પગલાં લે છે તે જોવાનું રહ્યું.