સુરત, તા.૨૦
શહેરના ડુંભાલ પર્વત પાટીયા સાંઈ આશિષ સોસાયટી પાસે હિતેષભાઈ ઈશ્વરલાલ ચોરાવાલા રહે છે. તેમની એક પુત્રી શ્વેતાના લગ્ન સલાબતપુરા ચોકી શેરી સીન્ડીકેટ બેંક પર રહેતાં એક વ્યક્તિ સાથે થયા હતા. ગત તા.૭મી જુલાઈના રોજ જેમીનીબેન વિજયભાઈ રૂપાવાલા તથા કાકી સાસુના જમાઈ જેનીસ જીતેન્દ્રભાઈ પટેલે તેણીને નજીવી બાબતમાં ઝઘડો કરી પેટમાં લાતો મારી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત શ્વેતાને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.