(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
શુક્રવારે સમગ્ર દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ર૮.૩૧ પૈસાનો પ્રતિ લીટરે વધારો ઝીંકાયો હતો. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં દરરોજ સતત સુધારાઓ થતાં રહે છે. આ નવા ભાવો દરરોજ સવારે ૬ કલાકે પેટ્રોલ પંપ પર જોવા મળે છે. દિલ્હીમાં પ્રતિલીટરે પેટ્રોલનો ભાવ ર૯ પૈસા જ્યારે મુંબઈમાં ર૮ અને કોલકાતામાં ૩૦ પૈસા વધ્યા છે. આ માહિતી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા દર્શાવવામાં આવી છે. દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિલીટરે ર૯, કોલકાતા અને મુંબઈમાં ૩૦ જ્યારે ચેન્નાઈમાં ૩૧ પૈસા જેટલો વધ્યા છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા અંગેના અન્ય કેટલાક મુદ્દાઓ અહીં રજૂ કરવામાં આવ્યા છે.
૧. સતત પાંચ દિવસોમાં દિલ્હી, કોલકાતા, મુંબઈ અને ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ પ્રતિલીટરે ૦.૯૭થી ૧.૦૩ રૂા. જેટલો વધ્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિલીટરે રૂપિયા ૧થી ૧.ર૪નો વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત પાંચ દિવસોથી ઉછાળો જોવા મળી રહ્યો છે.
ર. આ પહેલાં જ્યારે કર્ણાટકની ચૂંટણીઓ ચાલી રહી હતી ત્યારે સતત ત્રણ સપ્તાહ સુધી તેમાં કોઈ વધારો થયો ન હતો પરંતુ આ ચૂંટણી બાદ હવે સતત પાંચ દિવસોથી તેમાં વધારો થઈ રહ્યો છે. આને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓને બ્રોકરે જ કોટક ઈન્સ્ટીટયુશનલ ઈફવિટિઝ અનુસાર પ્રતિલીટરે પેટ્રોલના ભાવમાં ૪.૬ રૂપિયા અથવા ૬.ર ટકા અને ડીઝલના ભાવમાં પ્રતિલીટરે ૩.૮ રૂપિયા અથવા પ.૮ ટકા જેટલો વધારો કરવાની જરૂરિયાત વર્તાઈ છે.
૩. શુક્રવારે થયેલા વધારાને કારણે દિલ્હીમાં ડીઝલના ભાવોમાં થયેલો વધારો એ અત્યાર સુધીનો સૌથી વધુ ભાવ વધારો છે જ્યારે પેટ્રોલનો ભાવ આ પહેલાં સપ્ટેમ્બર ર૦૧૩માં રૂા.૭૬.૦૬ પ્રતિલીટર હતો જે સૌથી વધુ ભાવ વધારો હતો અને અત્યારનો ભાવ વધારો તેના કરતાં ૦.૬ ટકા જેટલો ઓછો છે.
૪. ૧૮ મેના રોજ સવારે ૬ કલાકે થયેલા ભાવ વધારા મુજબ દિલ્હીમાં પ્રતિલીટરે પેટ્રોલનો ભાવ ૭પ.૬૧ રૂપિયા જ્યારે કોલકાતામાં ૭૮.ર૯ રૂા., મુંબઈમાં ૮૩.૪પ રૂપિયા અને ચેન્નાઈમાં ૭૮.૪૬ રૂા. થઈ ગયો છે. આ માહિતી ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે.
પ. આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલની કિંમતો હજુ પણ ર૦૧૪ના વધારા સાથે સામ્ય ધરાવે છે અને અત્યાર સુધીમાં આ વર્ષે રૂપિયાનો ભાવ યુએસ ડોલરની સામે ૬ ટકા જેટલો ઘટ્યો છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના રાષ્ટ્રીય ભાવોમાં સતત વધારો થતો રહેશે.
૬. યુએસ ડોલરના ભાવોમાં વધારો થતાં પહેલાં નવેમ્બર ર૦૧૪થી અત્યાર સુધીમાં ગત ગુરૂવારે ક્રૂડ ઓઈલના ભાવો પ્રતિ બેરલે ૮૦ ડોલરનો આંકડો પાર કરી ચૂકયો છે. ઓપેકે કરેલા ઉત્પાદનના ઘટાડા અને પેટ્રોલ-ડીઝલની સતત વધતી જતી માંગને કારણે ઈંધણના સંગ્રહમાં પણ તાજેતરના મહિનાઓમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે.
૭. તાજેતરમાં ઈરાનના પરમાણુ કરારમાંથી યુએસ દૂર થયા બાદ તેની અસર ભારતમાં પણ પડશે કારણ કે મધ્યપૂર્વ એ તેલનું મોટાપાયે ઉત્પાદન કરે છે. ત્યારે ભારતને પેટ્રોલ-ડીઝલ વધારા માટે ટૂંકાગાળાનું દુઃખ વેઠવું પડશે પરંતુ આપણે આશા રાખીએ છીએ કે ભલે તેના ભાવોમાં સતત પરિવર્તન આવ્યા કરે પરંતુ વચગાળા માટે તેના ભાવોમાં વધુ વધારો ના થાય.
૮. પ્રદેશની સૌથી મોટી ઈંધણની કંપની ઈન્ડિયન ઓઈલની માહિતી મુજબ દિલ્હીમાં પ્રતિલીટરે પેટ્રોલનો ભાવ રૂા. પ.૬૪ જ્યારે કોલકાતામાં પ.પ૭, મુંબઈમાં પ.પ૮ જ્યારે ચેન્નાઈમાં રૂા.પ.૯૩નો વધારો ઝીંકાયો છે. ડીઝલના ભાવોમાં પ્રતિલીટરે અનુક્રમે ૭.૪૪ રૂા., ૭.૩૩ રૂા., ૮.૧પ રૂા. અને ૭.૯૭ રૂપિયાનો વધારો થયો છે.
૯. સતત બે દિવસોથી રૂપિયાએ યુએસ ડોલરની સામે પોતાનું મૂલ્યાંકન પાછું મેળવ્યું છે, ગુરૂવારે તેનું ડોલરની સામેનું મૂલ્ય ૬૭.૭૦ રૂા. હતા. પાછા પડવાની જગ્યાએ કેટલાક નિષ્ણાંતોનું માનવું છે કે, યુએસ ડોલરના વધતા મૂલ્યાંકનની સામે રૂપિયો ૭૦ અંકે આગળ વધશે.
૧૦. તાજેતરમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો વૈશ્વિક ક્રૂડ ઓઈલ અને રૂપિયો ડોલરની વિદેશી મુદ્રાને આધારે નક્કી કરવામાં આવે છે અને આ ગત વર્ષે જૂન મહિનાથી અપનાવવામાં આવેલી. ઈંધણની કિંમતોના પુનરાવર્તનની રોજબરોજની પ્રણાલિનો એક ભાગ છે.
શહેર પેટ્રોલની કિંમત (પ્રતિલીટર. રૂા.) ડીઝલની કિંમત (પ્રતિલીટરે રૂા.)
૧૮ મે ૧૩ મે ૩૧ માર્ચ ૩૧ ડિસે. ૧૮ મે ૧૩ મે ૩૧ માર્ચ ૩૧ ડિસે.
દિલ્હી ૭પ.૬૧ ૭૪.૬૩ ૭૩.પપ ૬૯.૯૭ ૬૭.૦૮ ૬પ.૯૩ ૬૪.૪ પ૯.૬૪
કોલકાતા ૭૮.ર૯ ૭૭.૩ર ૭૬.ર૬ ૭ર.૭ર ૬૯.૬૩ ૬૮.૬૩ ૬૭.૦૯ ૬ર.૩
મુંબઈ ૮૩.૪પ ૮ર.૪૮ ૮૧.૪ ૭૭.૮૭ ૭૧.૪ર ૭ર.ર ૬૮.પ૮ ૬૩.ર૭
ચેન્નાઈ ૭૮.૪૬ ૭૭.૪૩ ૭૬.ર૯ ૭ર.પ૩ ૭૦.૮ ૬૯.પ૬ ૬૭.૯૩ ૬ર.૮૩
(સ્ત્રોત :ર્ ૈંંઝ્રન્. ર્ઝ્રંસ્)