નવી દિલ્હી,તા.૧૩
પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. ગુરૂવારે દિલ્હી અને મુંબઇમાં પેટ્રોલમાં ૧૩ પૈસાનો વધારો થયો છે, તો ડીઝલમાં ૧૧ પૈસાનો વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ૮૧ને પાર પહોંચી છે. જ્યારે ડીઝલ ૭૩.૦૮ પ્રતિ લીટર પહોંચી છે. જાણકારો અનુસાર રૂપિયો ગગડી રહ્યો છે તેના કારણે ઓઈલના ભાવ વધે તે નક્કી છે. જો કે કેટલાક મહીનાઓ પછી વિધાનસભા ચૂંટણી હોવાથી સરકાર કિંમતોને નિયંત્રિત કરવાના પ્રયત્નો કરશે. બુધવારે દિલ્હીમાં પેટ્રોલ ૮૦.૮૭ રૂપિયા પ્રતિલીટર અને ડિઝલ ૭૨.૯૭ પ્રતિ લીટર વેંચાયુ હતુ. મુંબઈમાં બુધવારે પેટ્રોલ અને ડીઝલમાં ક્રમશઃ ૮૮.૨૬ અને ૭૭.૪૭ રૂપિયા પ્રતિ લીટર વધ્યો છે.
તેલ કંપનીઓએ ૫ સપ્ટેમ્બર છોડીને ૨૬ ઓગસ્ટથી લઈને ૧૧ સપ્ટેમ્બર સુધી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવામાં આવ્યા છે. ૧૨ સપ્ટેમ્બરે કોઈ ફેરફાર કરવામાં આવ્યા નથી. ક્રૂડ મોંઘું થયું હોવાથી અને ડોલરની સરખામણીએ રૂપિયો નબળો થયો હોવાથી કંપનીઓને કાચા તેલની આયાત મોંઘી થઈ છે.