(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૬
સરકારે પ ઓક્ટોબરે પેટ્રોલ-ડીઝલ પર ૧.પ૦ પૈસા ભાવ ઘટાડ્યા બાદ તેલ કંપનીઓએ પણ ૧ રૂા. ભાવ ઘટાડ્યો હતો. તેનાથી પાંચ રૂપિયા ફાયદો ગ્રાહકોને થયો હતો. પરંતુ તે માત્ર થોડાક સમય રહ્યો. ત્યારબાદ ફરીથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રોજરોજ વધારો થઈ રહ્યો છે.
મંગળવારે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં ૧૧ પૈસા લિટરે વધારો નોંધાયો. જેથી પેટ્રોલ ૮ર.૮૩ લિટર થયું. ડીઝલના ભાવોમાં ર૪ પૈસાના વધારા સાથે ૭૯.૩પ પૈસા ભાવ થયો. સોમવારે પેટ્રોલના ભાવ સ્થિર રહ્યા હતા. સોમવારે પેટ્રોલના ભાવ ૮ર.૭ર હતા.
મંગળવારે મેટ્રો શહેરોમાં વધેલા ભાવો નીચે મુજબ છે.
પેટ્રોલ ડીઝલ
દિલ્હી ૮ર.૮૩ ૭પ.૬૯
મુંબઈ ૮૮.ર૯ ૭૯.૩પ