(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૮
સતત ૧૫માં દિવસે પણ પેટ્રોલના ભાવમાં અને કાળઝાળ ગરમીમાં બિચારી પ્રજા શેકાઈ રહી છે. એકબાજુ ગરમીએ પોતાની ડિગ્રીઓ બતાવી પ્રજા પર અગનગોળા વરસાવી રહી છે ત્યારે પેટ્રોલ ભાવ થમવાનું નામ નથી લઈ રહ્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત ૧૫માં દિવસે પણ વધારો જોવા મળ્યો.
રાજધાની દિલ્હી સહિત દેશના તમામ શહેરોમાં પેટ્રોલ અમે ડીઝલના ભાવોમાં સતત વધારો જોવા મળ્યો. જ્યાં દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત ૭૬ રૂપિયાના પાર પહોંચી ગયી છે જ્યારે આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલ ૮૬ રૂપિયાથી પણ વધારે મોંઘું થઈ ગયું છે.
રાજધાની સહિત દેશના પ્રમુખ શહેરોમાં ઝડપથી વધી રહેલી ઈંધણોની કિંમતોને કાબુમાં લાવવા અલગ અલગ પ્રકારના હલ બતાવવામાં આવી રહ્યા છે જેમાં એક્સાઇઝ ડ્યુટીમાં કટોતી કરવી અને ઈંધણને ય્જી્ના દાયરામાં લાવવાના હલ પ્રમુખમાં છે.
નોંધનીય છે કે, રાજધાની સહિત પ્રમુખ શહેરોમાં ૨૪ એપ્રિલથી ૧૫ મે એટલે કે ચાલુ દિવસ સુધી સતત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. દિલ્હીમાં આજે પેટ્રોલની કિંમત ૭૮.૨૭ રૂપિયા અને મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૮૬.૦૮ રૂપિયા લીટર છે.
સતત ૧૫માં દિવસે પણ ઈંધણના ભાવોમાં વધારો, દિલ્હીમાં પેટ્રોલ લિટરદીઠ ૭૮.૨૭ રૂપિયા

Recent Comments