(એજન્સી) નવી દિલ્હી,તા. ૨૫
સતત ૧૩માં દિવસે પેટ્રોલના ભાવોમાં વધારો થયો છે. ૧૪ મેથી વધતા જતાં પેટ્રોલના ભાવથી આખા દેશની કમર તોડી નાખી છે. ૧૩માં દિવસે પણ દિલ્હી અને મુંબઈમાં પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. મુંબઈમાં પેટ્રોલના ભાવ ૧૪ પૈસા વધતા પેટ્રોલ ૭૭.૯૭ રૂપિયા લીટર મળી રહ્યું છે જ્યારે દિલ્હીમાં ૧૩ પૈસાનો વધારો કરતાં ત્યાં પેટ્રોલ ૮૫.૭૮ રૂપિયા લિટરે વેચાઈ રહ્યું છે. જયારે શુક્રવારે મુંબઈમાં પેટ્રોલનો ભાવ ૮૫.૬૫ રૂપિયા લીટર હતો. એ જ રીતે ડીઝલના ભાવમાં ૧૫ પૈસાનો વધારો કરાતા ૬૮.૯ રૂપિયા લીટર ડીઝલ થયો હતો. જયારે દેશની રાજધાનીમાં ડીઝલના ભાવમાં ૧૬ પૈસાનો વધારો કરાતા ૭૩.૩૬ લિટર ડીઝલનો ભાવ થયું હતું. મે મહિનામાં સતત ઈંધણના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૧૩ દિવસમાં પેટ્રોલના ભાવમાં ૩ રૂપિયાનો વધારો કરાયો છે. આખા દેશમાં ઈંધણમાં વધતા ભાવને લઈ લોકોમાં આક્રોશ છે. અને વિરોધ પક્ષો પણ ભાજપ સરકારની આકરી ટીકા કરી રહ્યા છે. જયારે મે મહિનામાં ગરમીના પારાની જેમ પેટ્રોલના ભાવમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.