નવી દિલ્હી, તા. ૧૧
પેટ્રોલપંપ ડીલરોએ ૧૩મી ઓક્ટોબરના રોજ શુક્રવારે પ્રસ્તાવિત રાષ્ટ્રવ્યાપી હડતાળને સ્થગિત રાખી છે તેવા અહેવાલો મળ્યા છે. આ હડતાળ પેટ્રોલિયમ પેદાશોના પુરવઠા અને માગને જીએસટી હેઠળ લાવવાના વિરોધમાં દેખાવો કરવા જાહેર કરાઇ હતી. આ હડતાળ તમામ પેટ્રોલ ડીલરોના દેશવ્યાપી ત્રણ મોટા સંગઠનોને છત્રછાયા પુરી પાડતા યુનાઇટેડ પેટ્રોલિયમ ફ્રંટ દ્વારા બોલાવાઇ હતી જે અંતર્ગત દેશના ૫૪,૦૦૦ પેટ્રોલપંપ આવે છે. પેટ્રોલપંપ માલિકો દ્વારા આ હડતાળ ઓઇલ માર્કેટ દ્વારા સખત વલણ અખત્યાર કરાયા બાદ હડતાળ પરત ખેંચાઇ હતી. મીડિયાને સંબોધતા રાજ્યોમાં ચાલતા આઇઓસી, બીપીસીએલ અને એચપીસીએલના માર્કેટિંગ ડાયરેક્ટરોએ દરેક બાબતે ડીલરોનાઆરોપોેને ફગાવતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રમ મહિનાથી તેમના કમિશનમાં ત્રણ ગણાનો વધારો થયો છે છેલ્લે પહેલી ઓગસ્ટે વધારો કરાયો હતો. તેમને પેટ્રોલ પર દર લિટરે ૩.૫૦ રૂપિયા અને ડીઝલ પર લિટરે ૨.૧૦ રૂપિયાનું કમિશન મળે છે જ્યારે પ્રતિ રાંધણગેસ સિલિન્ડરે રૂપિયા ૪૫ મળે છે. ઇન્ડિયન ઓઇલ માર્કેટિંગ ડાયરેક્ટર બીએસ કાંતે જણાવ્યંુ કે, ડીલરોનું કમિશન નવેમ્બર ૨૦૧૬ અને માર્ચ ૨૦૧૭માં પણ વધારવામાં આવ્યું હતું. તેમની હાલની માગો વિના કારણની છે અને તેમની માગો પુરી થઇ ગઇ છે અને મુદ્દાઓ ઉકેલાઇ ગયા છે. હડતાળ પાડવાનો આ કોઇ યોગ્ય માર્ગ નથી. જો તેઓ નવી શિષ્તના દિશા નિર્દેશ ઇચ્છે અને નવા દંડનો સામનો કરવા તૈયાર હોય તો તેઓ આમ કરી શકે છે.