(એજન્સી) નવી દિલ્હી, તા.૧૦
દેશમાં લગાતાર છઠ્ઠા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થયો. દિલ્હીમાં પેટ્રોલના ભાવ લીટરે ૧૭ પૈસા વધારો કરાયો. જ્યારે મુંબઈમાં ૧૬ પૈસા વધારો કરાયો. કોલકાતામાં ૧૭ પૈસા અને ચેન્નાઈમાં ૧૮ પૈસા લીટરે વધારો નોંધાયો. સાથે ડીઝલના ભાવો પણ વધારાયા છે. જેમાં ડીઝલના ભાવ લીટરે દિલ્હીમાં ૧૬ પૈસા, મુંબઈમાં ૧૭ પૈસા, કોલકાતામાં ૧૬ પૈસા, ચેન્નાઈમાં ૧૮ પૈસા વધારાયો છે.
ઈન્ડિયન ઓઈલના જણાવ્યા અનુસાર પેટ્રોલની સાથે ડીઝલના ભાવો પણ વધી ગયા છે. હવે દિલ્હીમાં પેટ્રોલ લીટરે ૭૬.પ૩, મુંબઈમાં ૮૩.૯૧, કોલકાતામાં ૭૯.ર૦, ચેન્નાઈમાં ૭ર.૪૩ ભાવ રહ્યો છે. તે સાથે ડીઝલના ભાવો દિલ્હીમાં લીટરે ૬૮.ર૩, મુંબઈમાં ૭ર.૪૦, કોલકાતામાં ૭૦.૭૮, ચેન્નાઈમાં ૭ર.૦૩ થયા છે.
ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવો આંતરરાષ્ટ્રીય બજારો મુજબ નિર્ધારિત થાય છે. ઓપેકની બેઠકમાં રોજ ૧૦ લાખ બેરલ તેલ ઉત્પાદન વધારવાના નિર્ણયથી આશા બંધાઈ હતી કે તેમના ભાવો ઘટશે. પરંતુ તેની વિપરીત અસર જોવા મળી.

પેટ્રોલ-ડીઝલના મંગળવારે ભાવો
મેટ્રો-શહેર પેટ્રોલ ડીઝલ
લીટરે ભાવ લીટરે ભાવ
કોલકાતા ૭૯.ર૦ ૭૦.૭૮
ચેન્નાઈ ૭ર.૪૩ ૭ર.૦૩
મુંબઈ ૮૩.૯૧ ૭ર.૪૦
દિલ્હી ૭૬.પ૩ ૬૮.ર૩