(એજન્સી) નવી દિલ્હી, તા.૧૬
દેશમાં પેટ્રોલના ભાવો આસમાને પહોંચ્યા છે. પાટનગર દિલ્હીમાં પેટ્રોલનો ભાવ ૭પ રૂા. લીટર થયો છે. ર૦૧૩માં ૭૬.૦૬ રૂપિયા લીટરે પહોંચ્યો હતો. બીજી મેટ્રોપોલિટન શહેરો કોલકાતા, મુંબઈ, ચેન્નાઈમાં પણ પેટ્રોલના ભાવો અનુક્રમે રૂા.૭૭.૭૯, રૂા.૮ર.૯૪ રૂા.૭૭.૦૩ એ પહોંચ્યો છે. જે ઓઈલની કંપનીની વેબસાઈટ પર ઉપલબ્ધ ડેટા પરથી જાણવા મળ્યું છે. અગાઉ ર૦૧૩માં મુંબઈમાં પેટ્રોલ લીટરે રૂા.૮૩.૬ર લીટર, ર૦૧૪માં કોલકાતામાં ૭૭.૦૩ અને ચેન્નાઈમાં ર૦૧૩માં ૭૯.પપએ ભાવ પહોંચ્યો હતો. તેવી જ રીતે ડીઝલના ભાવોમાં પણ બુધવારે રેકોર્ડ વધારો નોંધાયો હતો. મુંબઈમાં રૂા.૬૬.પ૭, કોલકાતામાં ૬૯.૧૧ અને ચેન્નાઈમાં ૭૦.રપ રૂા.લીટરનો ભાવ રહ્યો હતો. ૧૯ દિવસના વિરામ બાદ ઓઈલ કંપનીઓએ સતત ત્રીજા દિવસે ભાવોમાં વધારો કર્યો હતો. વૈશ્વિક ક્રૂડના સતત ભાવોમાં વધારાના કારણે સ્થાનિક કક્ષાએ ભાવ વધારો થઈ રહ્યો છે. વિશ્વ બજારમાં બ્રેન્ટ ફ્રૂડનો ભાવ ૭૮ ડોલર બેરલ બોલાયો હતો.