ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવોમાં ઉછાળાના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સતત વધારો થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલના મામલે નરેન્દ્ર મોદી સરકારની ચોમેરથી ટીકા થઇ રહી છે કારણ કે ઘણા લોકોનું માનવું છે કે ટેક્સના ઊંચા દરોના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવોએ માજા મૂકી છે. છેલ્લા ૧૨ દિવસમાં પ્રતિ લિટર પેટ્રોલના ભાવમાં ૩.૩૭નો અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂા. ૩.૦૨નો વધારો થયો છે.
શુક્રવારે મુંબઇમાં પેટ્રોલના છૂટક ભાવ પ્રતિ લિટર રૂા. ૮૫.૬૫ હતો જે ઓલ ટાઇમ હાઇ છે. એવી જ રીતે ડીઝલના ભાવો પણ દેશમાં નવા રેકોર્ડ પ્રસ્થાપિત કર્યા છે. દિલ્હી, કોલકાત્તા, મુંબઇ અને ચેન્નઇમાં અનુ. પ્રતિ લિટર ડીઝલનો ભાવ રૂા. ૬૮.૭૫, રૂા. ૭૧.૩૦, રૂા.૭૩.૨૦ અને રૂા. ૭૨.૫૮ છે. અત્રે રજૂ કરેલ બે ચાર્ટ સ્પષ્ટપણે બતાવે છે કે પેટ્રોલ- ડીઝલ પરના તોતિંગ કરવેરાને કારણે સરકારને મહેસૂલ વધારવામાં ઘણી મદદ થઇ છે.
મે, ૨૦૧૮થી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવનો બ્રેકઅપ
વિગતો યુનિટ પેટ્રોલ
સરેરાશ આધારે ક્રૂડ-ઓઇલના ભાવની કિંમત અને નૂર દર ડોલર/બેરલ ૮૭.૩૪
સરેરાશ વિનિમય દર રૂા./ડોલર ૭૬.૫૯
વિક્રેતાઓને ચાર્જ કરવામાં આવતી કિંમત રૂા./લિટર ૩૮.૧૭
(એક્સાઇઝ અને વેટ સિવાય)
+એકસાઇઝ ડ્યૂટી રૂા./લિટર ૧૯.૪૮
+ડીલર કમિશન (સરેરાશ) રૂા./લિટર ૩.૬૩
+વેટ (દિલ્હીમાં લાગુ ) પડતા ૨૭ ટકાના દરે) ડીલર કમિશન પર વેટ સહિત રૂા./લિટર ૧૬.૫૫
દિલ્હીમાં છૂટક વેચાણ કિંમત રૂા./લિટર ૭૭.૮૩
વિગતો યુનિટ ડીઝલ
સરેરાશ આધારે ક્રૂડ-ઓઇલના ભાવની કિંમત અને નૂર દર ડોલર/બેરલ ૯૧.૯૫
સરેરાશ વિનિમય દર રૂા./ડોલર ૬૭.૫૯
વિક્રેતાઓને ચાર્જ કરવામાં આવતી કિંમત (એક્સાઇઝ અને વેટ સિવાય) રૂા./લિટર ૪૦.૭૮
+એકસાઇઝ ડ્યૂટી રૂા./લિટર ૧૫.૩૩
+ડીલર કમિશન (સરેરાશ) રૂા./લિટર ૨.૫૩
+વેટ (દિલ્હીમાં લાગુ પડતા ૧૭.૨૭ ટકાના દરે) ડીલર કમિશન પર વેટ સહિત રૂા./લિટર ૧૦.૧૧
દિલ્હીમાં છૂટક વેચાણ કિંમત રૂા./લિટર ૬૮.૭૫
આઇઓસી ડેટા પ્રમાણે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલની કિંમત ૪૧.૮૦ છે અને તેના પર સરકાર ૩૬.૦૩ ટેક્સ લાદતી હોવાથી પેટ્રોલના ભાવ પ્રતિ લિટર રૂા.૭૭.૮૩ને ૨૫ મે,નો રોજ આંબી ગયા હતા. આમ પ્રોડક્ટ પર કિંમતના ૮૬ ટકા ટેક્સનો હિસ્સો છે. એ જ રીતે દિલ્હીમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટર રૂા.૪૩.૩૧ છે અને તેના પર પ્રતિ લિટર રૂા.૨૫.૪૪નો કુલ ટેક્સ લાગુ પડે છે જે કિંમતના ૫૯ ટકા જેટલો થવા પામે છે. અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી સરકારના ચાર વર્ષના સમયગાળા દરમિયાન પેટ્રોલ એ ડીઝલ પર ઊંચા દરે ટેક્સ રહ્યા છે.

સરકારી તિજોરીમાં પેટ્રોલ સેક્ટરનો ફાળો (રૂપિયા કરોડમાં)
વિગતો ૨૦૧૨- ૨૦૧૩- ૨૦૧૪- ૨૦૧૫- ૨૦૧૬- ૨૦૧૭-૧૮
૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ (એપ્રિલ-ડિસે.)
૧.કેન્દ્રીય તિજોરીમાં ફાળો
એ.ક્રૂડ ઓઇલ અને
પેટ્રોલિયમ પ્રોડક્ટ્‌સ પર
ટેક્સ અને ડ્‌્યૂટીઝ
ક્રૂડ ઓઇલ પર સેસ ૧૬૨૨૫ ૧૬૧૮૩ ૧૫૯૩૪ ૧૫૪૭૦ ૧૩૨૨૫ ૧૦૧૬૧
ક્રૂડ ઓઇલ-ગેસ પર રોયલ્ટી ૪૩૬૬ ૪૫૫૧ ૩૮૫૮ ૪૮૮૫ ૪૬૪૯ ૩૪૩૧ કસ્ટમ ડ્યૂટી ૪૫૪૦ ૫૦૪૨ ૪૭૬૭ ૭૪૪૬ ૯૫૨૧ ૮૯૩૪
એક્સાઇઝ ડ્‌યૂટી ૭૩૩૧૦ ૭૭૯૮૨ ૯૯૧૮૪ ૧૭૮૫૯૧ ૨૪૨૬૯૧ ૧૬૦૧૫૬
સર્વિસ ટેક્સ ૧૫૯૧ ૨૦૯૨ ૨૧૮૧ ૨૮૩૭ ૨૯૫૬ ૧૨૨૭
આઇજીએસટી ૯૮૦૫
સીજીએસટી ૩૯૬૭
અન્ય ૨૪૭ ૨૪૧ ૧૦૧ ૧૨૫ ૧૨૨ ૩૪
પેટા ટોટલ (એ) ૧૦૦૩૩૯ ૧૦૬૦૯૧ ૧૨૬૦૨૫ ૨૦૯૩૫૪ ૨૭૩૨૨૫ ૧૯૭૭૧૫
બી.સરકારને ડિવિડન્ડ/ઇનકમટેક્સ વગેરે
કોર્પોરેટ/ઇનકમટેક્સ ૨૧૩૮૫ ૨૩૩૨૬’ ૨૩૯૨૧ ૨૪૮૨૪ ૩૧૮૭૦ ૨૨૪૩૮
કેન્દ્ર સરકારને ડિવિડન્ડની આવક ૯૨૬૬ ૯૧૬૪ ૯૧૯૭ ૧૦૨૧૭ ૧૭૫૦૧ ૪૨૩૮
ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ૨૨૬૯ ૨૯૫૧ ૩૫૦૦ ૪૫૯૦ ૬૧૯૭ ૨૨૧૦
ઓઇલ/ગેસના સંશોધન પર પેટ્રોલિયમ પ્રોફીટ ૯૩૬૭ ૧૧૩૬૯ ૯૪૨૩ ૯૪૫૭ ૫૭૪૨ ૪૨૦૭
પેટા ટોટલ(બી) ૪૨૨૮૭ ૪૬૮૧૦ ૪૬૦૪૧ ૪૯૦૮૯ ૬૧૩૦૯ ૩૩૦૯૨
કેન્દ્રીય તિજોરીમાં કુલ ફાળો(એ+બી) ૧૪૨૬૨૬ ૧૫૨૯૦૧ ૧૭૨૦૬૬ ૨૫૮૪૪૩ ૩૩૪૫૩૪ ૨૩૦૮૦૭
૨. રાજ્ય તિજોરીને ફાળો
એ.ક્રૂડ એન પેટ્રોલિયમ પ્રોડક્ટપર ટેક્સ /ડ્યૂટીઝ
ક્રૂડ ઓઇલ/ગેસ પર રોયલ્ટી ૧૩૩૦૬ ૧૪૪૯૩ ૧૪૧૫૯ ૭૯૩૨ ૧૧૯૪૨ ૬૭૧૯
પીઓએલ પ્રોડક્ટ પર વેચાણવેરો/વેટ ૧૧૫૦૩૬ ૧૨૯૦૪૫ ૧૩૭૧૫૭ ૧૪૨૮૪૮ ૧૬૬૩૭૮ ૧૩૧૭૩૨
એસજીએસટી/યુટી જીએસટી ૪૧૮૩
ઓક્ટ્રોય, ઇલેક્ટ્રીસિટી ડ્યૂટી સહિતની ડ્યૂટીઝ ૩૩૯૧ ૪૧૫૬ ૩૮૩૮ ૨૭૧૨ ૩૫૨૪ ૧૪૨૭
એન્ટ્રી ટેક્સ/અન્ય ૪૨૮૮ ૪૭૪૮ ૫૩૭૨ ૬૬૨૨ ૭૭૪૨ ૬૮૫૫
પેટા ટોટલ(સી) ૧૩૬૦૨૧ ૧૫૨૪૪૨ ૧૬૦૫૨૬ ૧૬૦૧૧૪ ૧૮૯૫૮૭ ૧૫૦૯૧૬
બી.સરકારને ડિવિડન્ડ/ડાયરેક્ટ ટેક્સ વગેરે
રાજ્ય સરકારને ડિવિડન્ડ આવક ૧૪ ૧૮ ૨૮ ૯૫ ૧૮૩ ૮૦
પેટા ટોટલ (ડી) ૧૪ ૧૮ ૨૮ ૯૫ ૧૮૩ ૮૦
રાજ્ય તિજોરીમાં કુલ ફાળો (સી+ડી) ૧૩૬૦૩૫ ૧૫૨૪૬૦ ૧૬૦૫૫૪ ૧૬૦૨૦૯ ૧૮૯૭૭૦ ૧૫૦૯૯૬
તિજોરીને પેટ્રોલિયમ સેક્ટરનો કુલ ફાળો(૧+૨) ૨૭૮૬૬૧ ૩૦૫૩૬૧ ૩૩૨૬૨૦ ૪૧૮૬૫૨ ૫૨૪૩૦૪ ૩૮૧૮૦૩ નોંધ-એમઓપી અને એનજી દ્વારા જોગવાઇ કરવામાં આવ્યા મુજબ ઓઇલ-ગેસના સંશોધન પર પ્રોફીટ પેટ્રોલિયમ સ્ત્રોત : પીપીએસસ
આમ ચાર વર્ષમાં એનડીએ સરકારે મુખ્યત્વે પેટ્રોલ એ ડીઝલ સહિત પેટ્રોલિયમ પ્રોડક્ટના વેચાણમાંથી રૂા. ૧૬.૫૭ લાખ કરોડની ટેક્સ રેવન્યૂ તરીકે આવક થઇ છે. ૨૦૧૬-૧૭ અને ૨૦૧૫-૧૭ના નાણાકીય વર્ષમાં પેટ્રોલિયમ પ્રોડક્ટ દ્વારા સરકારના રેવન્યૂમાં પ્રત્યેક વર્ષે ૨૫ ટકાનો વધારો જોવા મળે છે. આ ૨૦૧૪-૧૫ અને ૨૦૧૩-૧૪ કરતા ઘણો વધુ છે કે જ્યારે ગ્રોથ ૯-૧૦ ટકાની આસપાસ હતો. ૨૦૧૭-૧૮ના ડેટા માત્ર ડિસે.૨૦૧૭ સુધી જ ઉપલબ્ધ છે એ તેથી જ અગાઉના વર્ષ સાથે તુલના કરી શકાય તેમ નથી. ૨૦૧૬-૧૭માં પેટ્રોલિયમ સેક્ટરમાંથી સરકારનું રેવન્યૂ રૂા.૫.૨૪ લાખ કરોડ હતું જે જીડીપીના ૩.૫ ટકા જેટલું વર્કઆઉટ થાય છે. અગાઉના વર્ષમાં રેશિયો ૩.૧ હતો. ૨૦૧૨-૧૫ દરમિયાન તુલનાએ રેશિયો ૨.૮ ટકાની આસપાસ હતો. રૂા.૫.૨૪ લાખ કરોડમાંથી કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્‌્યૂટી રૂા.૨.૪૩ લાખ કરોડ કે ૪૬ ટકા હતી જ્યારે રાજ્ય સરકારનો વેચાણવેરો એન વેટ રૂા.૧.૬૬ લાખ કરોડ એટલે કે ૩૨ ટકા થવા પામે છે. આમ એક વાત સ્પષ્ટ છે કે એનડીએ સરકારે ટેક્સ રેવન્યૂ પેટે જબરદસ્ત આવક કરી હતી અને જ્યારે એનડીએ સત્તારુઢ થઇ ત્યારે પ્રવર્તતા ક્રૂડ ઓઇલના નીચા અને ઓછા આંતરરાષ્ટ્રીય ભાવનો લાભ ગ્રાહકોને આપ્યો ન હતો. – કિશોર કદમ (સૌ. ફર્સ્ટપોસ્ટ.કોમ)