(એજન્સી)
નવી દિલ્હી,તા.૧૯
વરસાદી ઋતુમાં સંસદના ચોમાસુ સત્રમાંથી બોલીવુડની ડ્રીમ ગર્લ હેમામાલિનીની એક ખૂબ જ સુંદર તસવીર સામે આવી છે. આ તસવીરમાં તેમની સાથે નેશનલ કોન્ફરન્સના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લા પણ જોવા મળી રહ્યા છે બંને એક જ છત્રી નીચે સંસદની બહાર વરસાદથી બચવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે. આ અંગે ફારૂક અબ્દુલ્લાના પુત્ર ઓમર અબ્દુલ્લાની રોચક ટવીટ પણ સામે આવી છે. તેમણે ઈન્ડિયા ટુડેના પત્રકાર પોલોમી શાહાની તસવીરને શેર કરી છે અને સાથે જ એક સ્માઈલી અને છત્રીનું ઈમોજી પણ પોસ્ટ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આવી ઘટનાઓ ઘણી ઓછી વાર જોવા મળતી હોય છે કે જેમા બે વિરોધી પાર્ટીઓના નેતાઓ આ રીતે એક સાથે જોવા મળે.