(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૨
રીંગરોડ ખાતે આવેલા માન દરવાજા પાસેથી પસાર થઇ રહેલી પિક અપ વાન રોડ ક્રોસ કરી રહેલાં યુવકને બચાવવા જતાં પલ્ટી મારી ગઇ હતી. જા કે આ ઘટનામાં પિક અપ વાનમાં બેઠેલા ડ્રાઇવર સહિત ત્રણ થી ચાર જેટલાં ઇસમોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બુધવારે સવારે ઉધના દરવાજાથી મોટા વરાછા તરફ લગન્‌ પ્રસંગ માટે કેટરર્સનો સામાન લઇને પિક અપ વાન જવા માટે નિકળી હતી. દરમ્યાન રીંગરોડ સ્થિત માન દરવાજા પાસે આવેલ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસેથી રોડ ક્રોસ કરી રહેલા યુવકને બચાવવા જતાં પિક અપ વાન પલ્ટી મારી ગઇ હતી. જો કે આ ઘટનામાં ડ્રાઇવર સહિત ત્રણ થી ચાર જેટલાં ઇસમોને ઇજા થતાં સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સમાં સિવીલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. વાન પલ્ટી થવાના કારણે અંદર રહેલ તેલ રોડ પર ઢોળાઇ જતાં અનેક વાહનો પણ સ્લીપ થઇ ગયા હતા થતાં ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને રોડ પર ઢોળાયેલા તેલ પર મારીનો મારો ચલાવી રોડ સાફ કર્યો હતો.