(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૧
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના નોગામા ગામે તિફ ફાર્મ હાઉસમાં થર્ટીફર્સ્ટની ઉજવણી માટે ગયેલા સુરતના ૨૪ જેટલા યુવક યુવતીઓની પોલીસે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા અને આઠ જેટલી લક્ઝરીયસ કારો કિંમત રૂા.૫૫૦૦૦૦૦, ૧૨ નંગ મોબાઈલ ફોન કિંમત રૂા.૨,૦૬,૦૦૦ તથા કુલ ૯ નંગ બીયર વ્હીસ્કીની બાટલી કિંમત રૂા.૧૯૦૦ મળી કુલ રૂા.૫૭,૨૫૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી જિલ્લાના ચીખલી પોલીસને બાતમી મળી હતી જેના આધારે નોગામા ગામે આવેલા તિફ ફાર્મ હાઉસમાં કેટલાક યુવક યુવતીઓ થર્ટીફર્સ્ટની ઉજવણી કરી દારૂની મહેફીલ માણી રહ્યાં હતા. જે બાતમીના આધારે ચીખલી પોલીસની ટીમે તિફ ફાર્મ હાઉસ ખાતે રેડ કરતાં કુલ ૨૪ જેટલા સુરતી યુવક યુવતીઓ દારૂની મહેફીલ માણતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જેમાં હાર્દિક મોહનભાઈ પરડવા (રહે.પરીબ્રહ્મા સોસાયટી, રાંદેર રોડ, સુરત), વૈભવ સુરેશભાઈ પટેલ, વિશાલ રૂપેશ ઝરીવાલા, વિહાર નરેન્દ્રભાઈ કાપડીયા (રહે.અડાજણ, સુરત), માનવ સાહીલકુમાર શાહ, ઓમ સાગર સામલ, સિદ્ધાર્થ મહેન્દ્રકુમાર જાદવ, વિક્કી મધુભાઈ, વિશાલસિંગ જાદવભાઈ (રહે. મુંબઈ, હાજીઅલી), જેનીસ મહેશભાઈ, રવિ રાજેન્દ્ર ઝરીવાલા, અનુજ માતાદીન પોદાર, કયુમ કાદર, નિતેશ રાજકુમાર મોનાર, જેની નરેન્દ્રભાઈ કાપડીયા, પૂજા ભરતલાલ ચૌહાણ, ખુશ્બુ રાજેન્દ્ર જરીવાલા, ઉન્નતી વિશાલ જરીવાલા, મનીષા ઓમ સામલ, સેજલ અમીર, દીન મહમ્મદ હમીદ, હેમ અનિલ શાહ, પલ્લવી નિતેશ મોનાર, મોહિની વિશાલસિંગ રાવ અને રેણુકા શાંતારામ સીરસાગર (તમામ રહે.અડાજણ, ભટાર, ઘોડદોડરોડ સુરત)ની ધરપકડ કરી હતી.ચીખલી પોલીસે આ તમામ ૨૪ સામે પ્રોહિબીશન અને મહેફીલનો ગુનો નોંધી આઠ જેટલી લક્ઝરીયસ કારો, ૧૨ નંગ મોબાઈલ, વ્હીસ્કી ટીન બીયર ૯ નંગ, તથા ખાલી પ્લાસ્ટિકના ૧૨ નંગ ગ્લાસ મળી કુલ ૫૭,૨૫૦૦૦નો મુદ્દામાલ કબજે કરી,વધુ તપાસ હાથ ધરી છે.