(એજન્સી) તિરૂવનંતપુરમ, તા.ર૯
અમિત શાહ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને અટકાવનારાઓનો સંપૂર્ણ સમર્થન કરી રહ્યા છે. એની સામે સીપીઆઈ(એમ)એ કહ્યું છે કે શાહ આગ સાથે રમી રહ્યા છે. અમિત શાહ સુપ્રીમ કોર્ટના આદેશને પડકારી રહ્યા છે. એમના ભાષણો દ્વારા જ હિંસા ફેલાય છે. કેરળના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને કહ્યું કે, અમિત શાહની તાકાત એટલી નથી કે એ કેરળ સરકારને પાડી શકે. શનિવારે શાહે વિજયનને ચેતવણી આપી કહ્યું હતું કે, એ સબરીમાલા મુદ્દે રમત નહીં રમે અન્યથા ભાજપ કેરળ સરકારને સત્તા ઉપરથી ફેંકી દેતા અચકાશે નહીં, જો સરકાર લોકોના વિશ્વાસ સાથે છેડછાડ કરશે તો એના પરિણામો સરકારને ભોગવવા પડશે. શાહની ધમકીઓ પછી વિજયને કડક ભાષામાં સંઘ અને હિન્દુ સંગઠનોને ચેતવણી આપી કે શાહના ભાષણથી પ્રેરાઈ કોઈ પણ પ્રકારની યુક્તિઓ અજમાવશે નહીં. વિજયને કહ્યું કે ભાજપના ગોડફાધર અમિત શાહ અમારી સરકાર પાડવાની ધમકી આપે છે. એમનું શરીર ફક્ત પાણીથી બનેલ છે એ અમારી સરકાર પાડવા માટે પૂરતી ક્ષમતા ધરાવતો નથી. એ આ બધી વાતો ગુજરાત જઈને કરે એ જ એમના માટે સારી છે. અમિત શાહે ઘણાં બધા પ્રયાસો કર્યા છે છતાં કેરળમાં પોતાના પત્ર જમાવી શક્યા નથી. એમણે કહ્યું કે, ગમે તેટલી લાંબી યાત્રાઓ કાઢી છેવટે તેમને ભાગવું પડશે. અહીં તમારા માટે કોઈ જગ્યા નથી. આ પહેલાં રાજ્ય એકમના ભાજપ અધ્યક્ષે સ્પષ્ટતા કરી હતી કે અમિત શાહે ક્યારે પણ કહ્યું નથી કે કેન્દ્ર સરકાર કેરળ સરકારને બરતરફ કરશે પણ એમણે કહ્યું હતું કે, લોકો જ એમની સામે ક્રાંતિ લાવશે પણ મીડિયાએ એમના નિવેદનને ખોટી રીતે રજૂ કર્યો હતો.
અમિત શાહનું શરીર ફક્ત પાણીથી બનેલ છે, એમાં એટલી શક્તિ નથી કે એ કેરળ સરકારને પાડી શકે : પિનારાઈ વિજયન

Recent Comments