ભાવનગર,તા.૮
ભાવનગરના ચિત્રા વિસ્તારમાં ગેસની લાઈનમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. આગની ઘટનાના પગલે પોલીસ ફાયરબ્રિગેડ તથા કંપનીનો સ્ટાફ બનાવસ્થળે દોડી ગયો હતો.
ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આવેલ ઓલ પાર્ટી પ્લોટ સામે આવેલ રામદેવ પેટ્રોલ પંપની નજીક ગુજરાત ગેસની અંડરગ્રાઉન્ડ પાઈપ લાઈન કોઈ કારણો સર લીંક થતાં આગ લાગી હતી. આગના પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ બનાવની જાણ થતા પોલીસ કાફલો તથા ફાયરબ્રિગેડની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી અને ગેસ કંપનીને જાણ કરતાં કંપની દ્વારા ગેસ પુરવઠો બંધ કરી દીધો હતો. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી હતી.
આ બનાવ અંગે ફાયરબ્રિગેડ ટીમના પ્રધ્યુમનસિંહ જાડેજાએ માહિતી આપી હતી.
ગેસ કંપનીની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ગેસની લાઈનની મરામત સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.