અમદાવાદ, તા.૨
દેશની સૌથી જૂની લાઈબ્રેરી પૈકીની એક અમદાવાદ ખાતે આવેલી પીર મોહમ્મદ શાહ લાઈબ્રેરી અચાનક બંધ કરાતાં લોકોમાં અનેક ચર્ચાઓ અને તર્ક-વિતર્ક થવા લાગ્યા હતા. શુક્રવારના રોજ ટ્રસ્ટીઓ વચ્ચે એક મીટિંગ થયા બાદ લાઈબ્રેરી પુનઃ ચાલુ કરી દેવામાં આવી હતી. આ વેળાએ પ્રોફેસર મોહયુદ્દીન બોમ્બેવાલા પ્રમુખ શફીભાઈ મણિયાર સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. દુર્લભ પુસ્તકોનો સંગ્રહ ધરાવતી લાઈબ્રેરી પુનઃ ધમધમતી થતાં સુફી વાચકો, ઈતિહાસકારો અને બુદ્ધિજીવીઓ માટે આનંદના સમાચાર ગણાવી આવી લાઈબ્રેરીઓ સતત ધમધમતી રહે અને વાચકો તેનો સતત લાભ લે એ પણ જરૂરી છે. આ લાઈબ્રેરી બંધ થવાના સમાચાર પછી લોકોમાં જે ચર્ચાઓ થતી હતી, તે પણ લાઈબ્રેરી પુનઃ શરૂ થતાં સમી જશે.