(સંવાદદાતા દ્વારા)
ભૂજ, તા. ૭
ભૂજ શહેરમાંથી પોલીસે દિગુભા મહેન્દ્રસિંહ જાડેજા નામના હિંદુ યુવા સંગઠનના હોદ્દેદારને પિસ્તોલ અને કારતૂસ સાથે પકડી પાડ્યો છે. પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભૂજ શહેરના નવી રાવલવાડી વિસ્તારમાંથી આ શખ્સને પકડી પાડી તેની પાસે રહેલી પિસ્તોલ અને કારતૂસ કબજે કર્યા હતા. આ શખ્સના પિતા કચ્છ પોલીસના પૂર્વ કર્મચારી અને શખ્સ ખૂદ હિંદુ યુવા સંગઠનનો અગ્ર હેરોળનો હોદ્દેદાર પણ છે. તેમણે આ પિસ્તોલ અને કારતૂસ અમદાવાદના નિતિન રાજેન્દ્ર કડિયા અને રૂપેશ ચંદુભાઈ પટેલ પાસેથી હજૂ ૧પ દિવસ પહેલાં જ ખરીદી હતી. ગેરકાયદેસર હથિયાર રાખવાના ગુનામાં આ શખ્સની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.