(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૦
સુરત જિલ્લના પલસાણા તાલુકાના વણેસા ગામના લુહાર ફળયિામાં રહેતા ખેડૂત પિતાએ માસૂમ બાળકને નદીમાં ફેકી દીધાની ઘટના બાદ પોલીસ ફરિયાદી પિતા વિરૂદ્ધ ગુનો નોંધી તેની સત્તાવાર ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી મહિતી અનુસાર વાણેસા ગામના લુહાર ફળિયામાં નિશિત રાજેન્દ્રભાઇ પટેલ રહે છે. નિશિતની પત્નીનું નામ બિના છે. તેમને બે પુત્રો છે. ગત સોમવારના રોજ બાળ મંદિર મૂકવા તેમના પતિ જતા હતા ત્યારે અજાણ્યા ઇસમોએ તેનું અપહરણ કરી મીંઢળા નદીમાં નાંખી દઇ ફરાર થઇ ગયા હતા. પલસાણા પોલીસ મથકમાં પિતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ અને આમ્સ એક્ટનો ગુનો દાખલ કરી પોલીસે આરોપીઓ તથા ફાયર બ્રિગેડે માસૂમ બાળકની શોધખોળ શરૂ કરી હતી. ત્રણ-ત્રણ દિવસના અંતે બાળકના પિતાની કડક પૂછપરછ શરૂ કરી હતી. આખરે બાળકના પતિ નિશિત ગુનાની કબૂલાત કરી લેતા પોલીસે ગુરૂવારે રાત્રે તેની ધરપકડ કરી શુક્રવારે બપોર પછી કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં પોલીસે આરોપી પિતાના સાત દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.