(એજન્સી) તા.ર૦
સોમવારે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની ૭૪મી જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરીને કહ્યું હતું કે તેમના પિતા એક દયાળુ, સૌમ્ય અને પ્રેમાળ વ્યક્તિ હતા જેમના અકાળે થયેલા મૃત્યુએ મારા જીવનમાં શૂન્યવકાશ સર્જી દીધો. તેમણે કહ્યું હતું કે મને એ સમય યાદ છે જ્યારે અમે સાથે હતા અને સદભાગ્યે અમે તેમની સાથે ઘણી વર્ષગાંઠો ઉજવી છે. તે ઘણા યાદ આવે છે પરંતુ તેમની યાદગીરીઓ જીવંત છે. રાહુલ ગાંધી, તેમની માતા અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ રાજીવ ગાંધીની સમાધિ વીરભૂમિની મુલાકાત લીધી હતી. ત્યાં પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સહિત ઘણા કોંગ્રેસી નેતાઓ હાજર હતા. આ બધાએ રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે, ર૦ ઓગસ્ટ ૧૯૪૪ના દિવસે જન્મેલા રાજીવ ગાંધી ૧૯૮૪ સુધી ભારતના સાતમાં પ્રધાનમંત્રી હતા તે ભારતના સૌથી યુવાન પ્રધાનમંત્રી હતા.