(એજન્સી) રામપુર, તા. ૨૯
એક વર્ષમાં જ સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણામાં ૫૦ ટકાનો વધારો થવા અંગે કેન્દ્રીય નાણા પ્રધાન પિયુષ ગોયલે સ્પષ્ટતા કરી છે કે, ૨૦૧૯માં નાણાકીય વર્ષની સમાપ્તિ પર સરકાર સ્વિત્ઝરલેન્ડ પાસેથી કાળા નાણા અને ગેરકાયદે ટ્રાન્ઝેક્શનનો ડેટા મેળવી લેશે. ગોયલે જણાવ્યું કે, ૧લી જાન્યુઆરી ૨૦૧૮થી નાણાકીય વર્ષની સમાપ્તિ સુધી તમામ ડેટા મળી શકશે. ગોયલે ગુરૂવારે આવેલા રિપોર્ટ અંગે જણાવ્યું હતું કે, ભારત અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત દર નાણાકીય વર્ષન સમાપ્ત થયે તે ભારતને ડેટા ઉપલબ્ધ કરાવશે. અત્યારથી તેને કાળા નાણાં કે ગેરકાયદે ટ્રાન્ઝેક્શનનો અંદાજ બાંધવાનીકોઇ જરૂર નથી અને તેની ઉતાવળ શા માટે ?
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં ભારત સરકાર દ્વારા કાળા નાણા પર મજબૂત ગાળિયો કસવાના દાવા કરાયા હોવા છતાં સ્વિસ બેંકોમાં રહેલા ભારતીય ખાતાધારકોના નાણામાં ગત વર્ષની સરખામણીએ ૫૦ ટકાનો વધારો થઇ ગયો છે જે વધીને ૭૦૦૦ કરોડ રૂપિયા થઇ ગયા છે. સ્વિતઝરલેન્ડની કેન્દ્રીય બેંકો અનુસાર ભારતીયો દ્વારા સ્વિસ બેંકોના ખાતાઓમાં જમા કરાયેલા નાણા ૨૦૧૭માં ૫૦ ટકા વધીને ૭૦૦૦ કરોડ રૂપિયા (૧.૦૧ અબજ ફ્રેન્ક) થઇ ગયા છે. ભારતીયો દ્વારા સ્વિસ બેંકોના ખાતામાં ડાયરેક્ટ રાખવામાં આવેલા નાણા વધીને ૯૯.૯ કરોડ સ્વિસ ફ્રેન્ક (૬૯૦૦ કરોડ રૂપિયા) અને અન્ય માધ્યમ દ્વારા જમા કરાયેલા નાણા વધીને ૧.૬ કરોડ સ્વિસ ફ્રેન્ક (આશરે ૧૧૦ કરોડ રૂપિયા) થઇ ગયા છે. આંકડાઓ અનુસાર સ્વિસ બેંક ખાતાઓમાં વિદેશી ગ્રાહકોના કુલ ૧૪૬૦ અબજ સ્વિસ ફ્રેન્ક (આશરે ૧૦૦ લાખ કરોડ રૂપિયા)થી વધુ છે. ૨૦૧૬માં સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણામાં ૪૫ ટકાનો ઘટાડો થયો હતો. સૌથી વધુ વાર્ષિક ઘટાડા બાદ તે ઘટીને ફક્ત ૬૭૬ મિલિયન સ્વિસ ફ્રેન્ક (૪૫૦૦ કરોડ રૂપિયા) રહી ગયા હતા. ૧૯૮૭માં યુરોપિયન બેંકો દ્વારા ડેટા જાહેર કરવાની શરૂઆત કર્યા બાદથી આ સૌથી નીચું સ્તર હતું. એસએનબી અનુસાર ભારતીયો દ્વારા સ્વિસ બેંકોમાં પ્રત્યક્ષ રીતે મુકાતા નાણા ૨૦૧૭માં વધીને ૬૮૯૧ કરોડ રૂપિયા થઇ ગયા હતા જ્યારે ફંડ મેનેજમેન્ટના માધ્યમથી મુકાનારા નાણા ૧૧૨ કરોડ રૂપિયા હતા. તાજા આંકડાઓ અનુસાર સ્વિસ બેંકોમાં જમા કરાયેલા ભારતીયોના નાણામાં ૩૨૦૦ કરોડ રૂપિયાની કસ્ટમર ડિપોઝીટ, ૧૦૫૦ કરોડ રૂપિયા બીજી બેંકો દ્વારા અને ૨૬૪૦ કરોડ રૂપિયા અન્ય લાયેબિલિટીઝના રૂપમાં સામેલ હતા.

૨૦૧૯ સુધી સ્વિત્ઝરલેન્ડ પાસેથી કાળાં નાણાં અંગે ડેટા મેળવી લેવાશે : પિયુષ ગોયલ
(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૯
એક વર્ષમાં જ સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણામાં ૫૦ ટકાનો વધારો થવા અંગે કેન્દ્રીય નાણા પ્રધાન પિયુષ ગોયલે સ્પષ્ટતા કરી છે કે, ૨૦૧૯માં નાણાકીય વર્ષની સમાપ્તિ પર સરકાર સ્વિત્ઝરલેન્ડ પાસેથી કાળા નાણા અને ગેરકાયદે ટ્રાન્ઝેક્શનનો ડેટા મેળવી લેશે. ગોયલે જણાવ્યું કે, ૧લી જાન્યુઆરી ૨૦૧૮થી નાણાકીય વર્ષની સમાપ્તિ સુધી તમામ ડેટા મળી શકશે. ગોયલે ગુરૂવારે આવેલા રિપોર્ટ અંગે જણાવ્યું હતું કે, ભારત અને સ્વિત્ઝરલેન્ડ વચ્ચે કરાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત દર નાણાકીય વર્ષન સમાપ્ત થયે તે ભારતને ડેટા ઉપલબ્ધ કરાવશે. અત્યારથી તેને કાળા નાણાં કે ગેરકાયદે ટ્રાન્ઝેક્શનનો અંદાજ બાંધવાનીકોઇ જરૂર નથી અને તેની ઉતાવળ શા માટે ?
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં ભારત સરકાર દ્વારા કાળા નાણા પર મજબૂત ગાળિયો કસવાના દાવા કરાયા હોવા છતાં સ્વિસ બેંકોમાં રહેલા ભારતીય ખાતાધારકોના નાણામાં ગત વર્ષની સરખામણીએ ૫૦ ટકાનો વધારો થઇ ગયો છે જે વધીને ૭૦૦૦ કરોડ રૂપિયા થઇ ગયા છે. સ્વિતઝરલેન્ડની કેન્દ્રીય બેંકો અનુસાર ભારતીયો દ્વારા સ્વિસ બેંકોના ખાતાઓમાં જમા કરાયેલા નાણા ૨૦૧૭માં ૫૦ ટકા વધીને ૭૦૦૦ કરોડ રૂપિયા (૧.૦૧ અબજ ફ્રેન્ક) થઇ ગયા છે. ભારતીયો દ્વારા સ્વિસ બેંકોના ખાતામાં ડાયરેક્ટ રાખવામાં આવેલા નાણા વધીને ૯૯.૯ કરોડ સ્વિસ ફ્રેન્ક (૬૯૦૦ કરોડ રૂપિયા) અને અન્ય માધ્યમ દ્વારા જમા કરાયેલા નાણા વધીને ૧.૬ કરોડ સ્વિસ ફ્રેન્ક (આશરે ૧૧૦ કરોડ રૂપિયા) થઇ ગયા છે. આંકડાઓ અનુસાર સ્વિસ બેંક ખાતાઓમાં વિદેશી ગ્રાહકોના કુલ ૧૪૬૦ અબજ સ્વિસ ફ્રેન્ક (આશરે ૧૦૦ લાખ કરોડ રૂપિયા)થી વધુ છે. ૨૦૧૬માં સ્વિસ બેંકોમાં ભારતીયોના નાણામાં ૪૫ ટકાનો ઘટાડો થયો હતો. સૌથી વધુ વાર્ષિક ઘટાડા બાદ તે ઘટીને ફક્ત ૬૭૬ મિલિયન સ્વિસ ફ્રેન્ક (૪૫૦૦ કરોડ રૂપિયા) રહી ગયા હતા. ૧૯૮૭માં યુરોપિયન બેંકો દ્વારા ડેટા જાહેર કરવાની શરૂઆત કર્યા બાદથી આ સૌથી નીચું સ્તર હતું. એસએનબી અનુસાર ભારતીયો દ્વારા સ્વિસ બેંકોમાં પ્રત્યક્ષ રીતે મુકાતા નાણા ૨૦૧૭માં વધીને ૬૮૯૧ કરોડ રૂપિયા થઇ ગયા હતા જ્યારે ફંડ મેનેજમેન્ટના માધ્યમથી મુકાનારા નાણા ૧૧૨ કરોડ રૂપિયા હતા.