(એજન્સી) સિડની, તા.૩૧
ટીમ ઈન્ડિયાએ રવિવારે ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને ૧૩૭ રનથી હાર આપી હતી. મેલબોર્નમાં જીત બાદ ભારતીય ટીમનો ઉત્સાહ ટોચ પર છે, પરંતુ તેમ છતાં કેપ્ટન વિરાટ કોહલી ગુરૂવાર, તા. ૩ જાન્યુઆરીથી સિડનીમાં શરૂ થતી શ્રેણીની અંતિમ ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરશે.
આ ટીમમાં રોહિત શર્મા પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ હતો. પરંતુ તે પિતા બન્યો હોવાથી સ્વદેશ પરત ફરી રહ્યો છે. રોહિત શર્માની પત્ની રીતિકા સજદેહએ મુંબઈની હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. રીતિકાની પિતરાઇ બહેન અને અભિનેતા સોહેલ ખાનની પત્ની સીમાખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી જાણ કરી હતી. ત્રીજી ટેસ્ટમાં વિજય મેળવ્યાના થોડા કલાકોમાં રોહિતને આ ખુશખબરી મળી હતી. બાદમાં રોહિતે ફ્લાઇટ પકડી હતી અને તે ઘર જવાના રવાના થઇ ગયો હતો.
સિડનીમાં રમાનારી ચોથી અને અંતિમ ટેસ્ટમાં રોહિતના સ્થાને હાર્દિક પંડ્યાને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ઉપરાંત જો પિચ સ્પિનરોને અનુકૂળ હશે તો ટીમ ઈન્ડિયામાં એક સ્પિનરનો પણ સમાવેશ કરવામાં આવી શકે છે. હાલ ચાર મેચની શ્રેણીમાં ભારતીય ટીમ ૨-૧થી આગળ છે.
અંતિમ ટેસ્ટ માટે કોહલી પ્લેઈંગ ઈલેવનમાં કરશે ફેરફાર

Recent Comments