(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.૧૯
કોડીનાર તાલુકાના મિતિયાજ ગામના ૩૬ લાભાર્થીઓને તેમના હકના પ્લોટ આજરોજ ફાળવી દેવાતા છેલ્લા ૧૮ દિવસથી કોડીનાર મામલતદાર કચેરી ખાતે ચાલતા આંદોલનનો અંત આવ્યો છે.
છેલ્લા ૧૮ દિવસથી આ તમામ પ્લોટ ધારકો કોડીનાર મામલતદાર કચેરી ખાતે ધરણા ઉપર બેઠેલા હતા. જેમાં છેલ્લા આઠ દિવસથી પાંચ લોકોએ આંદોલન ચાલુ કર્યું હતું અને આ તમામની તબિયત લથડતા તેઓને દવાખાને ખસેડવામાં આવ્યા હતા. આજરોજ બીજા પાંચ લોકોએ અમરણાંત ઉપવાસ ઉપર જોડાયા હતા. એ દરમ્યાન તાલુકા વિકાસ અધિકારી પરમાર, મામલતદાર, ધારાસભ્ય મોદનભાઈ વાળા તેમજ મિતિયાજ ગ્રામ પંચાયતના સરપંચના પ્રયત્નોથી આ તમામ લાભાર્થીઓને પ્લોટની જગ્યા ફાળવી અપાતા તેમજ ઉપવાસીઓને ધારાસભ્ય તથા અધિકારીઓએ પારણા કરાવતા કોડીનાર તાલુકા મિતિયાજ ગામના મફત પ્લોટ ધારકોની વર્ષો જૂની માગણીનો અંત આવ્યો છે.